લાગણી વધુ સંબંધો વધે
ડાયરીમાં તારિખો ભરાતી રહે
આજે જવાનું જન્મદિને
તો કાલે વળી લગ્ન દિને
વ્યાપાર સંબંધોથી વધે
વર્ષમાં એક દિવસ ન મળે
બંધનોના વમળમાં ફસાતો રહે
પ્રભુને યાદ કરવાનું ભુલે
અંત કાળે સંબંધી ન હોય પાસે
શુષ્ક સબંધો વ્યર્થ ભાસે
સંબંધો ભરેલ મુઠ્ઠી હ્રુદયે
આવ્યો બંધ મુઠ્ઠીએ
જાવ છું ખુલ્લે હસ્તે
તદન સાચી વાત છે ,માણસ લાગણી અને મોહમાયામાં ફસાઈને સબંધો સાચવામાં
વ્યસ્ત બની જાય છે અને પ્રભુ તો સાવ ભુલાઈ જાય છે, અથવા તો યાદ તો છે
પરંતુ તેના માટે સમય નથી .આમ ને આમ જીવન પુરુ થાય છે .
Comment by hemapatel — December 2, 2010 @ 1:39 pm