શિયાળાની શુષ્ક સવાર  પડી

આદિત્ય નારાયણે  આળસ મરડી

સપ્તરંગી ઘોડાની સજી સવારી

ધુંધળા આભ અટપટા મહીં

માર્ગે વાદળો રૂપેરી મઢી

રસ્તો ધપાવી ઓજસે ભરી

રૂપેરી ઓજસથી ભરી ઓશરી

ઉલેચી અંધકાર દૂર ફગાવી

આદિત્યના શુદ્ધ રજત ઓજસ થકી

ઓરડા મનના પ્રફુલ્લિત પ્રકાશે ભરી

શિયાળાની શુષ્ક સવાર પડી