દુર દુરના પ્રદેશો જેવાકે આરટિક સમુદ્ર, બરફ આચ્છાદિત આઇસલેંડ ,અલાસ્કા, કેનેડા વગેરે તરફથી ઓકટોબરની શરુઆત થતા જ પક્ષીઓના ઝુંડના ઝુંડ
પ્રયાણ શરુ કરે, પ્રતિકુળ વાતાવરણથી દુર અનુકુળ વાતાવરણની શોધમાં કુંટંબ કબિલા સાથે નીકળી પડે.કોઇ જુંડ પેસિફિક એટલાન્ટીક મહાસાગરના ટાપુઓ
તરફી વળૅ, તો કોઇ વળી પુર્વ તરફ તો કોઇ દક્ષિણ તરફના દેશો તરફ ફંટાય, આમ દરેક જુંડ પોતાને અનુકુળ વાતાવરણની શોધમાં નીકળી પડે.
કોઇને કોઇની રોક ટોક નહિ બસ ઉડતા જ રહેવાનુ ઉડ્તા જ રહેવાનું ખુલ્લા આસમાન તળૅ તો કોઇ વાર વાદળૉની ગાદીઓમાં ગુલાંટ ખાતા ખાતા
તો કોઇ વાર વરસતા ઝરમર છાંટામાં ભીંજાતા, ક્યારેક ઠુંઠા વૃક્ષની ડાળીઓ પર વિસામો લેવાનો તો ક્યારેક વિદ્ધુતના તાર પર હારબંધ ગોઠવાઇ જવાનું તો
ક્યારેક થાંભલા પર પોરો ખાવાનો, ને યાત્રા શરુ કરવાની.
આવા એક ઝુંડમાં પક્ષી બાળ માને પૂછે’ આપણે કેટલે દુર જવાનું છે? અવાજમાં થોડો ભય અને થાક સાથે નવલ પ્રદેશ જોવાની ઉત્સુકતા પણ ખરી.
માએ જવાબ આપ્યો ખુબ દુર હવાઇના ટાપુઓ પર જ્યાં ખુબ બધા વૃક્ષો હશૅ તેના પર રંગ બેરંગી ફૂલોની શોભા હશે, લીલાછમ ભરપુર પત્રોથી સુશોભિત હશે, તો કોઇ વૃક્ષો ઘણા બધા
મીઠા મધુર ફળોથી ભરપુર હશે. બાળ તો ખુશ ખુશાલ થઇ ગયુ .વાહ મને ખાવાની કેટલી મજા આવશે.માએ આગળ વધતા જણાવ્યું સૌથી વધુ મજા તો
આપણા જેવા કેટલાયે દેશ વિદેશના મિત્રોનો મેળાપ.
આમ વાત ચાલતી રહી બાળ થોડુ થાકેલ, થોડુક ભુખ્યું,પણ નવા પ્રદેશના સ્વપ્નમાં થાક ભુખ ભૂલી માની વાતથી પ્રોત્સાહન મેળવી આગળ ઉડતું રહ્યુ
એટ્લામાં હવામાન બગડ્યું સમસમ પવનના સુસવાટા અને ધુંધળા આકાશમાં બાળ માથી વિખુટુ પડ્યુ દિશા બદલાઇ ગઇ. મા પહોંચી કોવાયના ટાપુ પર બાળ પહોંચ્યુ બીગ
આઇલેન્ડ પર મા એ આજુ બાજુ જોયુ, બાળ ના દેખાયુ. મા દુઃખી થઇ?! જરા વાર, પંખીનો સ્વભાવ પાંખ આવે બાળ ઉડી જાય,કોઇ ચિંતા નહિ પોત પોતાના ખોરાક,માળા પોત
પોતાની રીતે શોધી લે.
મનુષ્યનો સ્વભાવ ૪૦ વર્ષના પુત્ર પુત્રીને પણ પોતાની રીતે રહેવા ન દે બધા નિર્ણયો લેવામાં વગર પુછે પોતાના બે પૈસા ઉમેરે મમતા છોડે નહિ અને બન્ને પક્ષ
ઘર્ષણથી થતા તાપમાં દઝાતા જાય.પક્ષીનો સંદેશ લે અને ખાલી માળાને નિજાનંદથી ભરી દે.