નવ નવ રાત્રિના નોરતા આવ્યા રે

માનો ગરબો તે રમવા નિસર્યો રે

ગરબો પહોંચ્યો ગબરના ડુંગરે રે

મા અંબા હિંડોળે હિંચકે રે

માએ સોળે સજયા શણગાર

ગરબાને શિરે  ધર્યો રે

માનો ગરબો તે રમવા નિસર્યો રે                                ૧

દસે દિશાઓમાં ઘુમતો રે

ગરબો પહોંચ્યો દક્ષિણે મા મિનાક્ષીને દ્વારે

માએ સોળૅ સજ્યા શણગાર

ગરબાને શિરે ધર્યો રે

માનો ગરબોતે રમવા નિસર્યો રે                         ૨

દસે દિશાઓમા ઘુમતો રે

પહોંચ્યો ઉતરે મા વૈષ્નૌ દેવીને દ્વારે

મા વૈષ્નૌ દેવી સજી સોળે શણગાર

ગરબાને શિરૅ ધર્યો રે

માનો ગરબો તે રમવા નિસર્યો રે                              ૩

દસે દિશાઓમાં ઘુમતો રે

પહોંચ્યો પુર્વ દિશાએ મહાકાળીને દ્વાર

માએ ખડગ મુંડ માળનો ત્યાગ કરી

માએ સોળ સજ્યા શણગાર

ગરબાને શિરે ધર્યો રે

માનો ગરબો તે રમવા નિસર્યો રે                          ૪

દસે દિશાઓમાં ઘુમતો રે

ગરબો પહોંચે પશ્ચિમે મહા લક્ષ્મીને દ્વાર

મહા લક્ષ્મી સજી ને શૉળે શણગાર

ગરબાને શિરે ધર્યો રે                                                             

માનો ગરબો તે રમવા નિસર્યો રે                                           ૫                                          

દસે દિશાઓમાં ઘુમતો રે

માનો ગરબો બ્રહ્માંડ મા ઘુમતો  રે

ચોસઠ ચોસઠ જોગણીઓ સંગ રમતો રે

માનો ગરબો તે રમવા નિસર્યો રે                                    ૬

માના તેજે સુર્ય મંડળ ઝાંખુ દિશૅ

માનો ગરબો બ્રહ્માંડમાં ઘુમતો રે

માનો ગરબો તે રમવા નિસર્યો  રે                             ૭