શરદ પૂનમની રાત આવી આસો માસે

આશાભર્યા સહુ નરનારી માણે રમઝટ રાસે

પૂર્ણ ચંદ્ર કિરણોની શિતળતા સહુ માણે

ધરણીને ભેટી ભાદરવાની ઉષ્ણતા ભગાડે

ચાંદનીના ચંદરવા હેઠ્ળ દૂધ પૌવા પૌષ્ટિક બને

અમૃત દૂધ પૌવાનુ સૌ સાથે મળી પાન કરે

કૃષ્ણૅ રચ્યો દ્વાપર યુગે મહા રાસ

વૃંદાવનમાં ગોપીઓ સંગે રમી રાસ

રાસ રમતા ગોપી ચિત્તે આવે અહંકાર

મધ્યે રચી લીલા કર્યા શુદ્ધ અંતકરણ

બની ગોપી શુદ્ધ સાત્વિક પ્રેમે ભરપૂર

કોજાગિરી પૂનમ તરીખે ઓળખાઇ પૂર્વ ખંડે

ગૃહિણી કોજાગિરી વ્રત ધારણ કરે

રચે અલ્પના સુંદર ગૃહ આંગણે

કરે લક્ષ્મી પૂજન કરવા દેવીને પ્રસન્ન

પશ્ચિમે થાય ચંદ્ર દેવ કૌમુદિનું પૂજન

ઉત્તરે મનાવે ખેડૂતો નવાન્ના પૂનમ નામે

મહોત્સવ ઉજવે મબલખ પાક લણે

ત્રેતા યુગમાં શુદ્ર ગૃહે જન્મે બાળક

વાલિયો બન્યો વાલ્મિકી ઋષિ મહાન

સર્વ શ્રેષ્ઠ પૂનમ તુ ભલે બારમો ક્ર્માંક