કૃષ્ણ પુછુ તને આજ આ તારી લીલા કે મહિમા

તારા સુપ્રસિદ્ધ સખા ત્રણ અર્જુન ઓધવ સુદામા

અર્જુન યોદ્ધો થયો ભયભીત

આપ્યો યોદ્ધાને ગીતા બોધ

કર્મ જ્ઞાન ભક્તિ મર્મ સમજાયો

સખા સાચો કર્મ યોગી બન્યો 

આ તારી લીલા કે મહિમા                   ૧

દીન સુદામાની ભક્તિ ભરપુર

તાંદુલને દાણે મહેલ બની કુટીર

લીધા પગરખા ભક્તના ચોરી

ભક્ત પદરજે પાવન સુવર્ણ મહેલ

સુવર્ણ રજે ભક્ત થયો ન્યાલ

આ તારી લીલા કે મહિમા                             ૨

ઓધ્ધવમા જોઇ શાણપણ

નિજ દેહ નિર્વાણે

પહોંચાડવા સંદેશ પ્રિય જનોને

પાઠવ્યો હરિદ્વાર ધામ

રસ્તે રોકાય ગોકુળ દ્વારે

સમજણ ગોપીઓને દેજે

મિલન થાય ઓધવ વિદુરનુ હરિદ્વારે

બે મહાન આત્માના મિલને

તૃપ્ત થાય હરિ ખુદને દ્વારે

આ તારી લીલા કે મહિમા                    ૩

કૃષ્ણ જીવનમા ત્રણ મશહૂર નારી

રાધા રુક્મિણી દ્રોપદી

રાધા બની રહી માયાવી રમણી

રાસલીલામા સંગે રહી ઘુમી

કદિક કરી ઇર્ષા બંસીની

રમણી રિસાતી મનાતી

દુર છતા રહી કૃષ્ણ નિકટ

બની સર્વોચ્ચ પ્રેમનુ પ્રતીક

આ તારી લીલા કે મહિમા                 ૪

રુક્મિણી દ્વારિકાની પટરાણી

પ્રથમ પુત્ર જન્મે

સહી ગેરહાજરી દ્વારિકાધીશની

પ્રદ્યુમન નામ કરણ વિધી વિધાન

કર્યા આદર્શ પત્નિ બની

કદી ન રિસાઇ બની રહી સાચી સંગિની

આ તારી લીલા કે મહિમા                                             ૫

દુર કરી વિદુષી દ્રોપદીની દ્વિધા

પાંચ પતિ સાથે વિવાહ થયા

બની રહી સતી પાંચ પતિ નિભાવ્યા

આજ ગણના પાંચ સતીમા થતી

તારા મંદોદરી અહલ્યા સાવિત્રી દ્રોપદી

આ તારી લીલા કે મહિમા                                            ૬