૧)   એક જ તક બોલવાની મળે તો એવુ બોલોકે સાંભળનાર ને તમારો અવાજ યાદગાર બને.બોલતા તો બધાને આવડે ,સમયસર સમયની મર્યાદામા રહી શું બોલવુ તે આવડે.

૨)     હંમેશા તમારુ પાત્ર ખૂબ મહત્વ્નુ છે માની પૂરા ખંતથી ભજવો. પાત્રની શ્રેષ્ઠ્તા સાબિત કરો. 

૩)      સામાન્ય લીંબુમાંથી ફક્ત લીંબુ શરબત જ ન બનાવતા ભવ્ય લીંબુ શરબતનો સ્ટોલ બનાવો.આવા મહત્વકાંક્ષી બનો.

૪ )     જે કામમા તમારા હાથ ત્યાં તમારુ મન સો ટ્કા લગાડો . જો મલ્ટી ટાસ્ક કરવા જસો તો ભયંકર ભૂલના ભોગ બનશો.

અત્યારે આટલેથી અટકુ છુ .વધારે મુકતી રહીશ.

૫)     બધી પરિસ્થિતિયોંમાં માનસિક સમતુલતા રાખવી તે જ શાણાપણ.

૬)    જ્ઞાન અને કર્મનું રહસ્ય એજ છે કે જે જુવે છે તે કરતો નથી,

       અને જે કરે છે તે દેખતો નથી.

૭)    અંધકાર નિરાશા

         શ્રદ્ધા પ્રકાશ

મહાનતાના લક્ષણૉ

ક) ધૈર્ય

ધીરજ રાખી કરેલ કાર્ય સભળ થાશે

કહેવત છે ને ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર

ખ) વિશ્વાસ   કહેવત છે ને વિશ્વાસે વહાણ ચાલે

ગ) સફળતાનુ શ્રેય બીજાને આપો

ઘ) અસફળતાનો બોજ ખુદ પર ઉઠાવો

ચ)એકાગ્રતા   સાચો નિર્ણય લાવે સાચો નિર્ણય જીવનને સફળ બનાવે સફળ વ્યક્તી મહાન બને

છ) મહાનતાનુ શિખર સર કર્યા પછી  સદ ચરિત્ર સદ વિચાર આવસ્યક