હું શોધ કરુ છુપાયેલ મુજને

ક્યાં છે ક્યાં છે શોધીસ ક્યારે

રોમ રોમ ગુંજન કરી પુકારે

          શોધ કર શોધ કર ક્યાં છે                                        ૧

 

સુમતિની કોદાળી લઇ કરે

વિશ્વાસના હાથા વડે

સમર્પણ સમજણ નેત્રો સાથે

ખળ ખળ વહેતા જળના પ્રવાહે

        શોધ કર, શોધ કર ક્યાં છે                                          ૨

 

ભટકેલ ભમતી રખડતી ભવનમાં

ભારે દબાતી અથડાતી વમળમાં

શોધ કરી જંપીશ નહીં છોડુ આશા

જંપલાવીશ ડુબુ ભલે ઉંડાણમાં

       શોધ કર, શોધ કર ક્યાં છે                                              ૩

 

પ્રકાશિત થાય વિજળીના જબકારે

ગીતો અંતરના તારે ગુંજી  ઉઠે

હું કોણ નાચુ ગાઉં મળ્યુ મને

ઓળખુ આજ મુજમા  તુજને

        શૉધ કર શોધ કર મળશે                               ૪