જો પાંચ H ૧)Health. 2) Happiness .3) Humanity 4) Honesty .5) Harmony. ને જીવનમાં યાદ રાખીશું સમજશું અને તે પ્રમાણે જીવન જીવીશું તો સુખ શાંતિ ભર્યુ લાંબુ આયુષ્ય ભોગવીશું

 હેલ્થથી શરુઆત કરીએ,કહેવાય છે ને ‘પહેલુ સુખ તે જાતે નર્યા.’એટલે સુખ માટે તંદુરસ્ત રહેવું જરુરી છે, તે માટે જીવનમાં નિયમિતતા

કેળવવી પડશૅ રોજ સવારે વહેલા ઉઠવાનું,રાતભર ત્રાંબાના પાત્રમાં રાખેલ પાણી જેટલુ પી શકાય તેટલુ પીવાનું.આ્મ કરવાથી કબજીયાત

નહી થાય. અને સાંધા પણ સારા રહેશે.ત્યારબાદ સૂર્ય નમસ્કાર (sun salutation) બે થી ચાર વખત કરવા ત્યાર બાદ નિત્ય ક્ર્મ પતાવી ચા નાસ્તો

કરી ૧ થી દોઢ માઇલ ચાલવુ.ધ્યાનમાં રહે  નિયમિતતા ખાસ જરુરી છે.બીજુ ખાસ ધ્યાનમાં રાખવાનું  છે.

જ્યારે આપણૅ ૫૦ની ઉંમરે પહોંચીએ ત્યારે ચાર સફેદ વસ્તુઓનો ઉપયોગ બને તેટલો આહરમાં નહિવત કરવાનો

આ ચાર વસ્તુ કૈ? મીઠુ, સાકર, મેંદો,માખણ .આટલુ કરશૉ,જરુર રોગ રહિત લાંબુ જીવી જશો.

હવે  H # ૨   પર વિચારીઍ ઉપર જણાવ્યું તેમ પહેલુ સુખ તંદુરસ્તી, શરીર સારુ હોય તેના જેવો બીજો કોઇ

મોટો આનંદ જીવનમાં નથી. આપણે ખુશ હોઇશું, તો બીજાને ખુશ જોઇ શકીશું, બીજાને ખુશ રાખી શકીશું

અને આપણી ખુશી સહુમાં વહેંચતા રહીશું .આમ એક વ્યક્તિનો આનંદ ઘણાને આનંદ બક્ષી શકશે.

આનાથી વધારે ઉત્તમ કાર્ય શું હોઇ શકે?

હવે  # ૩ Humanity એટલે માનવતા

નાત, જાત, ધર્મ, દેશ, પ્રાંત આદી ભેદ ભુલી બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ  તો દુનિયાભરમાં

वसुधैव कुटुंबकम ‘ની ભાવના ફેલાતા વાર નહી લાગે.પ્રાંત,પ્રાંત  દેશ, દેશ વચ્ચેની સીમાઓનો ઝગડાઓનો અંત

આવશે.

હવે # ૪ Honesty એટલે પ્રમાણિકતા પર વિચારીએ આપણે આપણા સગા સંબંધી સાથે સહ કર્મચારીઓ

 સાથે કે મિત્રો સાથે પ્રમાણિક વ્યવહાર કરીશું તો કોઇને એકબીજા સામે ફરિયાદ કરવાની

નહી રહે. આમ બધા પ્રમાણિક રહેશે તો તેની અસર રાજ્યમાં થશે, રાજ કારણમાં પણ પ્રમાણિકતા જરુર

ફેલાશે. એક રાજ્ય સારુ બનશે ધીરે ધીરે બધા રાજ્યો સારા બનશે , દેશ આખો સારો બનશે,

અને વિષ્વ ભરમાં પ્રમાણિકતા  ફેલાતી રહેશે,અને જ્યારે વિષ્વ આખુ માનવતા, પ્રમાણિકતાના પગલે ચાલશે ત્યારે

# ૫ Harmony  (સુમેળ)  સહુ કોઇ અનુભવશે,વિભુએ બક્ષેલ પંચ મહાભુત, આભ, વાયુ, અગ્નિ, આપ(પાણી), પૃથિવીને

જડ, ચેતન સર્વ સાથે માણી શકશે.