મધરાતે ન્યુયોર્ક સીટીમાં માનવ મેળો

ટાઇમ સ્કેવરના મેદાને ઉમટ્યો

જોવાને રંગબેરંગી પ્રિઝમ દડો

મદ મસ્તર મોહ માયા ભરેલો            ૧

 

 દડા ભણી દૃષ્ટિ સહુની ઉંચે

૧૨ના ડંકે દડો પડે નીચે

ઉપરથી દૃષ્ટિ વળી નીચે                    ૨

 

દડા અહંકારના ભારીને

નમાવી દૃષ્ટિ નમસ્કાર કરીને

પુષ્પ સમ પ્રફુલ્લિત હળવા મને              ૩

 

ધરી નવલ પ્રભાતની પ્રતિજ્ઞા

ફરી ન ઉઠાવું અહંકારના દડા

ભુલી વેર ઝેરની વ્યથા                         ૪

 

બ્રહ્માંડનો ભાર લઇ ના ફરુ

બસ પ્રેમના ઝરણા વહેતા કરુ

વિશ્વભરમાં પ્રેમની હેરાફેરી કરુ              ૫