પ્રભાતે નભમાં નારંગી સૂરજ
               સુવાળા તડકામાં સુગંધી સૂરજ
 
              દોડતા વાહનોની હારમાળ
             આગળ પાછળ ચોતરફ સૂરજ
 
             પવનની લહેરાતી લહેરે લહેરે
            પુષ્પોમાં ખિલખિલ હસતો સૂરજ
 
           વૃક્ષોની શાખાઓ પર્ણૉ મધ્યે
           કિરણોની વર્ષા વરસાવતો સૂરજ
 
          પહાડો કોતરો કંદરા ખીણો વચ્ચે
          આંખ મિચોલી રમત રમતો સૂરજ
 
           સરિતા સાગર સરોવરમાં નીચે
          ડૂબકી મારી કોરો દીસંતો સૂરજ
 
           સંધ્યાના સપ્ત રંગોમાં ક્ષિતિજે
            ખોવાઇ તું ક્યાં જતો સૂરજ
 
           ચંદ્રની શીતળતા સન્માનવા
           મહાસાગરે ડૂબતો સૂરજ