જો પાંચ H ૧)Health. 2) Happiness .3) Humanity 4) Honesty .5) Harmony. ને જીવનમાં યાદ રાખીશું સમજશું અને તે પ્રમાણે જીવન જીવીશું તો સુખ શાંતિ ભર્યુ લાંબુ આયુષ્ય ભોગવીશું
હેલ્થથી શરુઆત કરીએ,કહેવાય છે ને ‘પહેલુ સુખ તે જાતે નર્યા.’એટલે સુખ માટે તંદુરસ્ત રહેવું જરુરી છે, તે માટે જીવનમાં નિયમિતતા
કેળવવી પડશૅ રોજ સવારે વહેલા ઉઠવાનું,રાતભર ત્રાંબાના પાત્રમાં રાખેલ પાણી જેટલુ પી શકાય તેટલુ પીવાનું.આ્મ કરવાથી કબજીયાત
નહી થાય. અને સાંધા પણ સારા રહેશે.ત્યારબાદ સૂર્ય નમસ્કાર (sun salutation) બે થી ચાર વખત કરવા ત્યાર બાદ નિત્ય ક્ર્મ પતાવી ચા નાસ્તો
કરી ૧ થી દોઢ માઇલ ચાલવુ.ધ્યાનમાં રહે નિયમિતતા ખાસ જરુરી છે.બીજુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે.
જ્યારે આપણૅ ૫૦ની ઉંમરે પહોંચીએ ત્યારે ચાર સફેદ વસ્તુઓનો ઉપયોગ બને તેટલો આહરમાં નહિવત કરવાનો
આ ચાર વસ્તુ કૈ? મીઠુ, સાકર, મેંદો,માખણ .આટલુ કરશૉ,જરુર રોગ રહિત લાંબુ જીવી જશો.
હવે H # ૨ પર વિચારીઍ ઉપર જણાવ્યું તેમ પહેલુ સુખ તંદુરસ્તી, શરીર સારુ હોય તેના જેવો બીજો કોઇ
મોટો આનંદ જીવનમાં નથી. આપણે ખુશ હોઇશું, તો બીજાને ખુશ જોઇ શકીશું, બીજાને ખુશ રાખી શકીશું
અને આપણી ખુશી સહુમાં વહેંચતા રહીશું .આમ એક વ્યક્તિનો આનંદ ઘણાને આનંદ બક્ષી શકશે.
આનાથી વધારે ઉત્તમ કાર્ય શું હોઇ શકે?
હવે # ૩ Humanity એટલે માનવતા
નાત, જાત, ધર્મ, દેશ, પ્રાંત આદી ભેદ ભુલી બધાની સાથે પ્રેમ ભર્યો વ્યવહાર કરીએ તો દુનિયાભરમાં
वसुधैव कुटुंबकम ‘ની ભાવના ફેલાતા વાર નહી લાગે.પ્રાંત,પ્રાંત દેશ, દેશ વચ્ચેની સીમાઓનો ઝગડાઓનો અંત
આવશે.
હવે # ૪ Honesty એટલે પ્રમાણિકતા પર વિચારીએ આપણે આપણા સગા સંબંધી સાથે સહ કર્મચારીઓ
સાથે કે મિત્રો સાથે પ્રમાણિક વ્યવહાર કરીશું તો કોઇને એકબીજા સામે ફરિયાદ કરવાની
નહી રહે. આમ બધા પ્રમાણિક રહેશે તો તેની અસર રાજ્યમાં થશે, રાજ કારણમાં પણ પ્રમાણિકતા જરુર
ફેલાશે. એક રાજ્ય સારુ બનશે ધીરે ધીરે બધા રાજ્યો સારા બનશે , દેશ આખો સારો બનશે,
અને વિષ્વ ભરમાં પ્રમાણિકતા ફેલાતી રહેશે,અને જ્યારે વિષ્વ આખુ માનવતા, પ્રમાણિકતાના પગલે ચાલશે ત્યારે
# ૫ Harmony (સુમેળ) સહુ કોઇ અનુભવશે,વિભુએ બક્ષેલ પંચ મહાભુત, આભ, વાયુ, અગ્નિ, આપ(પાણી), પૃથિવીને
જડ, ચેતન સર્વ સાથે માણી શકશે.
સાહિત્ય સરિતાની દશાબ્દિ,
દશ વર્ષ કેટલા જલ્દી પસાર થયા.સરિતાનો અસ્ખલિત પ્રવાહ વહેતો રહ્યો.
કોઇ પણ જાતના શુલ્ક વગર, એક પણ મહિનો ખાલી નહી,દર મહિનાના કોઇ
એક રવિવારે કે શનિવારે હ્યુસ્ટનના સાહિત્ય રસિકો મળે, કોઇ પણ જાતના સંકોચ શરમ
વગર પોત પોતાની કૃતિઓ રજુ કરે,કોઇ સભ્ય પોતાની નહી તો કોઇ સારા લેખક, કવિ કે ગઝલકારની કૃતિ
પ્રસ્તુત કરી ગમતાનો ગુલાલ સૌ હૈયે છાંટે.આમ સહજભાવે સૌ પોત પોતાના ભાવો પ્રતિભાવો વહેતા કરે.
આવુ સુંદર કાર્ય ત્યારે જ બને જ્યારે સૌ સભ્યોના હૈયે માતૃ ભાષા પ્રત્યે આદર માન હોય.
સાહિત્ય સરિતાએ ઘણા લેખક કવિઓમાં રહેલી સુષુપ્ત લખવાની કળાને જાગૃત કરી છે .
નવોદિત લેખક કવિઓને પ્રોસ્તાહિત કર્યા છે, કરતી રહી છે અને કરતી રહેશે.
આજે વેબ જગતમાં હ્યુસ્ટન સાહિત્ય સરિતાના ઘણા સભ્યોની વાર્તા, કવિતા, નવલકથા વગેરેએ અગ્ર સ્થાન પ્રાપ્ત કરેલ છે.
મારી પોતાની વાત કરુ તો મને સ્વપ્ને પણ ખ્યાલ નહી કે હું ગુજરાતીમાં કાવ્ય અને વાર્તાઓ લખી શકીશ!
દાક્તરીના વ્યવસાયમાં ગુજરાતી ભાષા સાથે ઘણા સમય સુધી અબોલા રહ્યા, ગુજરાતી સાહિત્ય સરિતાના સંપર્કે , માતૃભાષાને વેગ મળ્યો,
ફરી જાણે કક્કો બારખડી શીખવાની,લખવાની શરુવાત થઇ. વેબસાઇટની પાટી પર કી બોર્ડ અને માઉસ રુપી પેન વડે લખતી થઇ, લખતી રહીશ.
આજે આભાર વ્યક્ત કરવાના દિવસે , સાહિત્યસરિતાનો આભાર વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે છે.
વંદન કરી મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છુ.
અસ્તુ
જે પ્રેમ કરે તેને પ્રેમ કરવો સહેલુ છે, પરંતુ જે આક્ષેપો કરે ગાળૉ આપે ,ધિક્કારે, તેને પણ પ્રેમ કરવો, તે જ જીંદગી જીવવાની કળા છ.જેને આ કળા હસ્ત હશૅ તેને દુનિયા ભલે ધિક્કારશૅ,પ્રભુ હંમેશ પ્યાર કરશે.
ગાધીજીએ હિન્દુ, મુસ્લિમ, ઇશાઇ, પારસી સૌ ને સરખો પ્રેમ આપ્યો, તેમની પ્રાર્થના સભામાં સર્વ ધર્મ પ્રાર્થના થતી, તેમને એક હિન્દુએ જ ધિક્કાર્યા, અને ગોળી મારી તેમના મુખમાં મરતી વખતે હે રામ ,રામ તને માફ કરે, શબ્દો જ નીકળ્યા.
ઇશુ ખ્રિસ્ત ને તેમના જ સમાજે, ક્રોસ પર ચઢાવ્યા .તેમણૅ મરતા મરતા પ્રાર્થના કરી. Father forgive them, they donot know what they are doing.
ભગવાન રામે, ભગવાન શ્રી કૃષ્ણે જગત કલ્યાણ અર્થે રાક્ષસોને માર્યા સૌ ને મોક્ષ આપ્યો.
આપણૅ માનવ આમાનુ થોડુ પણ શીખીએ,તો જીવન જીવ્યા, સાર્થક થશૅ.
ગુરુ એન્જીન, પ્રથમ ડબ્બો બુધ્ધિ
દ્વિતીય ડબ્બો બનશે મન,
ડબ્બાઓ બનશે ઇન્દ્રિયોના
શરીર બનશે ગાર્ડનો ડબ્બો
હર હંમેશ લીલી જંડી ફરકાવશે
અને દોડાવશે ડબ્બાઓ ગુરુ સાથે
યાત્રા સતસંગ સાથે
સતસંગ યાત્રા પહોંચાડશે
તુરીય પદ ધ્યાને
ધ્યાન લીન મન બુધ્ધિ
રહેશે નિત્ય આનંદે
ભાવશે, ગમશે, ચાલશે, દોડશે,
જોઇશે, મારશે, પડશે, નિભાવશે,
આ આઠ શબ્દો શે થી જ પૂરા થતા
ઉપરના ચાર મનને શાંતિ અર્પે
નીચેના ચાર મનને ઉદાસ કરે
મારા જન્મ પર સૌ હસ્યા હુ રડી
મારા મરણ પર સૌ રડ્યા હુ હસી
જીવી ત્યારે હાસ્ય અને રુદન વચ્ચે રહી
મરણ બાદ હાસ્ય જ હાસ્ય આ હા હા
મરણ આટલુ સુખ દાયક આટલુ શાંત
જીન્દગી જીવી ત્યારે આવુ કદી ન અનુભવ્યુ
શું શાંતિ મેળવવા મરણ જ પર્યાય
ખેર જો આટલી સમજ જીવી ત્યારે હોત
જીન્દગીમા કદી મરણનો ભય ન હોત.
ખરુ કહિયેતો કૃતજ્ઞતા દર્શાવવાનો દિવસ
કૃતજ્ઞતા સહુ પ્ર્ત્યે જડ અને ચેતન , આભ વાયુ આપ અગ્નિ પૃથ્વિ જડ હોવા છતા
આપણી રગેરગમા અને દિન પ્રતિદીનની દિનચર્યામાં વાણાયેલ છે .તેના જિવન્ત
પર્યન્ત કૃતજ્ઞ રહીશુ . ચેતન વિષે વિચાર કરીએ,વનષ્પતિ ફળ ફુલ શાકભાજી જેનો
આપણૅ શહુએ મનફાવે તેમ ઉપભોગ કર્યો છે,તેને યાદ કરી તેના પ્રત્યે પણ કૃતજ્ઞતા
દર્શાવિએ ,ત્યારબાદ માનવ માનવ પ્ર્ત્યે સહુ પ્રથમ માતા પિતા જેને લિધે આપણૅ
આ સૃષ્ટિનો એક અંશ બન્યા જેને આજે પણ માણી રહ્યા છિએ એનુ ૠણ કેમ ભૂલાય?
ત્યારબાદ ભાઇ બેન મિત્રો પતિ પત્નિ ગુરુ વડિલો વગેરેએ પોતપોતાનો ફાળો આપણા
જીવન વિકાશમા આપ્યો એ સર્વ પ્રત્યે હ્ર્દયપુર્વક કૃતજ્ઞતા દર્શાવિએ આભાર માનિએ . .
પૈસા કરતા વધરે વસ્તુનુ મહત્વ,
વસ્તુ કરતા વધરે વ્યક્તિનુ મહત્વ,
વ્યક્તિ કરતા વધરે વિચારનુ મહત્વ,
વિચાર કરતા વધરે વિવેકનુ મહત્વ,
વિવેક કરતા પણ વધારે વિભુનુ મહત્વ.
વિભુ એટલે પરમ તત્વ.