શ્રાવણ મહિનાની શરૂઆત થાય અને શિવ મંદિરોમાં શિવ ભક્તો શિવલીંગ પર અભિસેક કરવા ઊમટી પડે. શિવ, દેવોના દેવ મહાદેવ કહેવાય છે. રામ ભગવાને લંકા જતા પહેલા શિવસ્મર્ણ કર્યું , શિવલિંગ ઉપસ્થિત થયું તેની પૂજા અર્ચના શ્રી રામ ભગવાને કરી જે આજે રામેશ્વરમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે. હિંદુ ધર્મના ચાર દિશામાં આવેલ ચાર યાત્રાધામ પૂર્વમાં જગન્નાથપૂરી, પશ્ચિમમાં દ્વારિકાધીશ ઉતરમાં બદ્રીનાથ અને દક્ષિણ દિશામાં રામેશ્વરમની ગણતરી થાય છે.શ્રી કૃષ્ણ ભગવાને બે દિવસના હતા ત્યારે શ્રી શિવ ભગવાનના દર્શન કરવા વ્યાકુળ થયા રુદન કર્યું જશોદા મા અને સખીઓએ ઘણા ઉપાય કર્યા છતા બાળ કૃષ્ણ શાંત ન થયા ભગવાન શિવના દર્શન કર્યા તુરત જ શાંત થયા.
મહાભારત કથામાં ઘણા પાત્રોએ શિવ આરાધના કર્યાનો ઉલ્લેખ છે.યુધ્ધ સમાપ્ત થયા પછી યુધીષ્ઠિર સાથે બધા ભાઇઓ ગુરુ હત્યા, ગુરુ ભાઈઓ તથા પોતાના સો પિત્રાય ભાઇઓની હત્યાના શોકમાં ડુબી જાય છે, ત્યારે શ્રી કૃષ્ણ તેઓને શિવ ધ્યાન કરી પાપનું પ્રાયશ્ચિત કરી પાપ મુક્ત થવાની સલાહ આપે છે.એટલે તેઓ દેવોના દેવ મહાદેવ તરીકે પૂજાય છે.
શ્રાવણ મહિનાની વદ આઠમને દિવસે આખી દુનિયામાં વસતા હિંદુઓ કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઊજવે છે. મહારાષ્ટ્ર્માં માખણની મટકી ફોડી કૃષ્ણ બાળલીલાનો ઊત્સવનું ખૂબ મહત્વ છે.આ દિવસોમાં હિંડોળા જુલાવવાનો ઉત્સવ ઘણા મંદીરોમાં તથા કૃષ્ણ ભક્તોના ઘેર ઉજવાય છે. આ મહિનામાં પુનમને દિવસે ભાઈબેનના પવિત્ર સંબંધનું રક્ષાબંધન પર્વ ઉજવાય છે.આ પુનમ નાળિયેરી પુનમ તરીકે ઓળખાય છે,કારણ આ દિવસે માછીમારો નાળિયેર વધેરી સમુદ્રની પૂજા કરે છે જેથી સમુદ્ર ચોમાસા દરમ્યાન શાંત રહે અને માછીમાર તેમનો વ્યવસાય જોખમ વગર કરી શકે. ત્યારબાદ નાગ પંચમી અને શીતળા સાતમ જેવા પર્વ પણ ગુજરાતના ગામડાઓમાં આજે પણ ઉજવાય છે.અમુક સ્થળૉએ સાતમ આઠમનો પ્રખ્યાત મેળો ભરાય છે, નાના મોટા સહુ મેળામાં છુટથી મહાલે છે.
આ વર્ષે આ મહિનામાં ૧૫ ઓગષ્ટ આપણો શ્વાતંત્ર દિન પણ આવે છે.
શ્રાવણ મહિનાની વદ ચૌદસથી જૈન ધર્મના પર્યુશણ પર્વનો આરંભ થાય છે. આમ શ્રાવણ માસ ખૂબ મહત્તવનો મહિનો છે.