ધાર્મિક ગ્રંથો એ કામધેનુ ગાય

ભક્તોની શ્રધા પહોંચે વક્તા સુધી

બની જાય કામધેનુનો ચારો

બોલાવે વક્તાને ભક્તો ભાવથી

વક્તા બની જાય ગોપાળ ગોવાળ

સુણાવે કથામૃત વ્યાસપીઠેથી

શ્રોતા સન્મુખ બેસી કરે જ્ઞાનામૃત પાન

વક્તા ખોલે ગ્રંથના ત્રણ મુખ્ય રૂપ

મહાલક્ષ્મી મહાસરસ્વતી મહાકાલિકા

મા મહાલક્ષ્મી પોષણ કરે વિશ્વનુ

કથા રૂપી મહાલક્ષ્મીનુ શ્રોતાઓએ પાન કર્યુ

શ્રોતાઓના મન બુધ્ધિ શરીરનુ પોષણ થયુ

મા સરસ્વતી શિક્ષા આપે બાળપણથી યુવાની સુધી

કથારૂપી મા સરસ્વતી શ્રોતા દ્વારા આપે શિખામણ પાઠથી

મા મહાકાલિકા કદીક ક્રોધે બાળકને દંડે

તો કદીક ચંડીકા બની બાળકને રક્ષે

કથામૃત વક્તા દ્વારા ચંડીકા રૂપે

દુર્ગુણો ભગાડી સુષુપ્ત સદગુણો જાગૃત કરે

નિરાશ હતાશ મનને આશા અર્પે

કિંકર્તવ્ય વિમૂઢ મનને સાચે માર્ગે દોરે

જીવનની બેટરીને રી ચાર્જ કરે

સંસાર રૂપી કોમપ્યુટરમાં અસંખ્ય વાયરસ

સંસારીના મન બુધ્ધિ આત્મા કલુસિત કરે

સદવિચાર સદગુણોમાં મલિનતા પ્રવેશ કરે

મન બુધ્ધિ જીવ આવી જાય પકડમાં

દોરી જાય જીવને દુષ્કર્મોમાં

કથા રૂપી મા ચંડીકા બની જાય

એન્ટીવાયરસ સોફ્ટવેર પ્રોગ્રામ

ફરી લાવી દે આનંદ ઉલ્લાસ જીવનમાં

એન્ટીવાયરસને અપડેટ કરતા રહો

કથામૃત સમયે સમયે સુણતા રહો