meerabai_qi21_l

સુરને નથી જાણતી

રાગને નથી માણતી

બસ ભાવ જાણવા ચાહુ.  ૧

ક્રિષ્ણને નથી જાણવા

રામને નથી જાણવા

બસ ખુદને જાણવા ચાહુ     ૨

કર્મનો મર્મ નથી જાણવો

ભક્તિ કે મુક્તિની નથી ચાહના

બસ ખુદને જાણવા ચાહુ       ૩

સુખ શુ! દુ;ખ શુ! નથી જાણવા

ધન દોલત વૈભવ નથી માણવા

બસ સત્ય ને સમજવા ચાહુ    ૪

આ નવલ વર્ષની પ્ર્ભાતે

બાહ્ય ચક્ષુ બંધ કરી

ઉંડા અંધકારમાથી

અંતરનુ ઓજશ માણવા ચાહુ    ૫