smurky face

મીતાનો ચહેરો હંમેશા મલકતો સવારના ફરવા જાય, જે કોઇ સામે મળે તેનું હાથ ઉંચો કરી મલકાતા મૌનથી અભિવાદન કરે, તો કોઇ વડીલને બે હાથ જોડી મલકતા મૌન નમસ્કાર કરે,બધા તેને મિતભાસી મીતાથી ઓળખે તો કોઇ મલકાતી મીતા તરીકે ઓળખે,તો કોઇ અમેરિકન બોલે હાઈ મીતા આઇ લવ યોર સ્મર્કિંગ.મીતા જવાબમાં મલકાતા હાથ ઊંચો કરી મૌન વેવ કરે.

તમને એવું લાગ્યું મીતા મુંગી છે!!ના બિલકુલ નહીં. મિતા નાનપણમાં ખૂબ બોલકણી હતી,શાળા કોલેજમાં પણ ખૂબ એક્ટીવ, દરેક ઈતર પ્રવૃત્તિમાં મીતાનો ફાળો અચૂક હોય, બી એ, બી એડ પુરું થયું કે તુરત તેની પોતાની હાઇસ્કુલમાં જોબ મળી ગયો.તેના માતા પિતાએ મુરતિયા જોવાનું શરું કર્યું,

તેમની જ્ઞાતીનો છોકરો એન્જીનિયર મનન અમેરિકાથી લગ્ન કરવા આવી રહેલ છે, તેની જાણ થતા જ મીતાના માતા-પિતાએ, મનનના માતા-પિતાનો સંપર્ક કર્યો. મીતા અને મનન એક જ્ઞાતીને હિસાબે નાનપણથી થોડા પરિચયમાં હતા, બન્નેની મુલાકાત ગોઠવાય, જુની પહેચાન તાજી કરી બન્નેએ જીવનસાથી થવાનું નક્કી કર્યું, લગ્ન થયા બન્ને અમેરિકા આવ્યા.

મીતા અમેરિકા આવી ત્યારથી મનન નાની નાની બાબતમાં મીતાને ટોકે તને નહીં ખબર પડે કેમ વાત કરવી તે,મીતા કંઇ બોલે કે તરત તેને અટકાવે અને પોતે વાતનો દોર પકડી લે. મનનના અમેરિકન મિત્રના ઘેર પાર્ટી હતી ,મનને ઓળખાણ કરાવી આ મારી પત્નિ મીતા, આ મી,લુઇ મી.લુઇ હાથ લાંબો કર્યો હાય મીસ મીતા  મીતા સ્વદેશના સંસ્કાર પ્રમાણે નમસ્તે બોલી. મનન તુરત બોલ્યો મી.લુઇ શી ડઝ નોટ નો અમેરિકન વે ઓફ ગ્રિટીંગ્સ તેને અહીંઆની રીત ખબર નથી, મીતા મનમાં વિચારે અમિરિકનને,આપણી રીત આ છે તે કહેવાને બદલે મને અમેરિકન રીત ખબર નથી તેવું બોલી મનન મારું અપમાન કરે છે  તેથી વધારે આપણા દેશનું અપમાન કેમ કરે છે!!!, આમ ઘણા પ્રસંગોમાં બનવા લાગ્યું ત્યારથી મીતા બોલવાને બદલે મલકાય અને હસ્તધનુન કરે કે હાથ વેવ કરે,ડાઇનીંગ ટેબલ પર કેમ બેસવું કેવી રીતે જમવાનું કેવી રીતે પીરસવાનું બધું બતાવે.

એક  તેમના દેશી મિત્રને ત્યાં ગયા મીતા, હોસ્ટ બેનને હેલ્પ કરવા  ગઈ તુરત મનન પાછળ આવ્યો, મીતા તું નીતાબેનને પૂછીને માઇક્રોવેવ ઓવન શરું કરજે તને નહીં ખબર પડે, મીતાએ મલકાતા મૌન સાથે મસ્તક નીચે કર્યું

તેમને દીકરો થયો, તેની સ્કુલમાં પી.ટી.ઓ મિટીંગમાં જવાનું હોય ત્યાં પણ મનન સાથે જાય ટીચર સાથે પોતે જ વાત કરે મીતા મૌન પ્રેક્ષક બધું ધ્યાનથી સાંભળે. દીકરો નાનો હતો ત્યારે તો તેને કંઇ સવાલ ન થયો, જ્યારે ચોથા ધોરણમાં આવ્યો સમજણૉ થયો, સવાલ થાય ડૅડ મમ્મીને કેમ બોલવા નથી દેતા!!એક વખત તેણે પુછ્યું ડૅડ તમે મોમને કેમ બોલવા નથી દેતા પ્રાઉડી ડૅડ તુરત બોલ્યા તારી મમ્મી અહીં નથી ભણી હું અહીં ઘણા વર્ષ ભણ્યો છું,એટલે મને અહીંના એજ્યુકેસનની વધારે ખબર પડે.વિવેક દીકરો વેવીકી વધારે કંઇ દલીલ ન કરે.

મનનને એક વર્ષ માટે પરદેશ જવાનું થયું, દીકરો પાંચમીમાં એલીમેન્ટરી સ્કુલનું છેલ્લું વર્ષ, એણે તો મીતાને પૂછ્યા વગર વિવેકને મેથ અને ઇંગ્લીશ માટૅ કુમાન ક્લાસ શરું કરાવી દીધા,મીતાએ કહ્યું મનન હું વિવેકને ભણાવીશ તને અહીંનુ મેથ ભણાવતા ન ફાવે અહીની  રીત જુદી છે.બસ મીતાએ કોઇ દલીલ નહીં કરવાની આમ મનનનું ઘમંડ પોશાતું રહ્યું.

વિવેકને કુમાનના મેથ ઇંગ્લીશના હોમ વર્કનો ખૂબ કંટાળો આવતો, એક દિવસ મમ્મીને કહ્યું મોમ મને કુમાનમાં નથી જવું ખૂબ બોરીંગ છે, મીતાએ પણ જોયું કુમાનના ઇંગ્લીશ, મેથ કરતા તે પોતે વિવેકને હાઇ લેવલ પર લઇ જઈ શકશે. તેણે ક્લાસિસ બંધ કરાવ્યા પોતે જ મેથની ટેક્ષ્ટ બુક અને ઇંગ્લીશ ટેક્ષ્ટ તથા અસાયન કરેલી બુક્સ લાઇબ્રેરીંમાંથી લઇ આવે અને બે ત્રણ કલાક તેની સાથે બેસી વંચાવે અને તેનો રિવ્યું પોતે બોલી જાય પછી દીકરા પાસે લખાવે, મેથ પણ બધા ઘડીયા બોલાવી મોઢે કરાવી કરાવડાવે દાખલાઓ આપે અને પ્રેકટીસ કરાવડાવે પોતે ઇન્ટરનેટ પર જાય નવું શીખે. વર્ષ પુરું થયું ઍલીમેન્ટરી સ્કુલનું ગ્રેજ્યુએસનના આગલે દિવસે મનન પરદેશથી આવ્યો,.

બીજે દિવસે ત્રણે જણા તૈયાર થયા, ગાડીમાં બેઠા, રસ્તામાં મનને પૂછ્યું વિવેક બેટા બધામાં પહેલો આવવાનો, કેટલી ટ્રોફી મળવાની છે? વિવેક મલકાતા મમ્મી સામે જોઇને બોલ્યો  ડૅડ  વી વીલ સી,

મીતા પણ દીકરા સામે મલકાઇ રહી.

સેરીમનિ શરું થઇ, મેથ ટ્રોફી વિવેક મેહતા, ઇંગ્લીશ ટોફી વિવેક મેહતા, ઇંગ્લીશ લિટરેચર ટ્રોફી વિવેક મેહતા, સો ટકા હાજરી વિવેક મેહતા સ્પેલીંગ બી રનર અપ વિવેક મેહતા.બેસ્ટ સાઇન્સ પ્રોજેક્ટ, વિવેક મેહતા, બેસ્ટ, યુ એસ હિસ્ટરી પ્રોજેક્ટ વિવેક મેહતા.સેરિમની પૂરી થઇ, બધા ટીચર્સ અને પ્રિન્સીપાલે  “કોંગ્રેચ્યુલેસન્સ વિવેક, કોંગ્રેચ્યુલેસન્સ મિસીસ મેહતા યુ વર્ક હાર્ડ”બોલી બન્ને સાથે હસ્તધનુન કર્યા.સંસ્કારી મીતા બોલી ઇટ્સ નોટ ઓન્લી મી માય હસબન્ડ મિસ્ટર મેહતા ઓલ્સો વર્ક હાર્ડ,”ઓ વેલકમ બેક મિસ્ટર મેહતા, હાવ આર યુ” “આઇ એમ ફાઇન મેમ.

ઘેર આવ્યા મીતાએ વહેલા ઉઠી રસોઇ બનાવી રાખેલ, ગ્રેજ્યુએસન કેક પણ લાવી રાખેલ, ત્રણે જણા ટેબલ પર ગોઢવાયા જમતા જમતા મનન બોલ્યો મીતા જોયું કુમાન ક્લાસથી કેટલો ફરક પડ્યો?

ડૅડ આઈ ક્વિટ કુમાન ક્લાસ ઇન વન વિક, ઇટ્સ માઇ મોમ ટૉટ મી એવરીથીંગ, એન્ડ હેલ્પ મી ઇન ઓલ માય પ્રોજેક્ટ ડેડ મારી મોમને બધી ખબર પડે છે,રાઇટ મોમ અને બન્ને મા દીકરો મલકાયા.

“વાઉ મીતા યુ આર છુપા રુસ્તમ”બોલી મનન ઉભો થયો વિવેક પણ ઉભો થયો બન્ને બાપ દીકરો મીતાને ભેટ્યા બેઉ સાથે યુ આર ધ બેસ્ટ મોમ. મીતાએ મલકાતા મૌન સાથે બન્નેને વ્હાલભરી ભાલે પપી આપી.