

લક્ષ્મી રોજ સવારે ૬ વાગે ચાલવા જાય છે.આ તો તેણીનો નિત્ય ક્રમ છેલ્લા ૧૦ વર્ષથી છે.
આજે અડધો માઇલ ચાલી ,જાણે પગ અટકી ગયા, કેમ આમ? ,રોજ ૨ માઇલ ચાલે તો પણ ખબર પડતી નથી,આજની મોસમ પણ ચાલવા માટે અનુકુળ છે. અઠવાડીયાથી સતત સવારના ૭૫ ૮૦ વચ્ચે બતાવતુ મિટર આજે ૭૦ ૭૫ વચ્ચે અટકેલ છે. પૂર્વ દિશામાં સૂર્ય નારાયણ પણ સોનેરી કેસરી રંગ વચ્ચે,સફેદ ભૂખરા વાદળો સાથે સંતાકૂકડી રમી રહેલ છે,મંદ મંદ વાયરા સાથે વૃક્ષોની ડોલતી શાખાઓ મધ્યેથી માળો છોડી ચારો શોધવા ઉડતા પક્ષીઓના મધુર કલરવ સંભળાઇ રહ્યા છે.આટલું ખુશનુમા વાતાવરણ લક્ષ્મીની જ્ઞાનેન્દ્રિયને સ્પર્શતું નથી.
કારણ શનિવારે દીકરી માનસાએ આપેલ સમાચાર .
“ મોમ આઇ હેવ એ ગુડ ન્યઝ “,
“શુ છે બેટા? આપણી મોના જુનીયર જેપડી માં પાસ થઇ ગઇ.”
“મોમ મોના હજુ ૬ વર્ષની છે હજુ બે વર્ષની વાર છે”,મમ્મી તું નાની છે, હવે દાદી થવાની”.
“રાજ કે રાજવીનો ફોન ગઇ કાલે જ હતો તેઓ તો કશુ બોલ્યા નહીં!!” કદાચ આમન્યા જાળવી તારા મારફત જણાવ્યું.”
“મા રાજવીભાભી પ્રેગનન્ટ નથી, ખુશ થા તારી નાની વહુ સુ સગર્ભા છે”.
“તને કેવી રીતે ખબર પડી?”“માનસા તને ખબર છે ને તારા ડેડી તેને કોઇ હિસાબે સ્વીકારશે નહીં”!!
“તને નથી લાગતુ જમાના પ્રમાણે ડેડીએ વિચારવું જોઇએ”, ગઇ કાલે ભાભી અને અમરભાઇ મને “બેબી આર અસ” માં મળી ગયા હું મારી કો વર્કર સાથે તેણીના બેબી સાવર રજીસ્ટરી કરવા ગયેલ ત્યારે તેઓ બન્ને પણ સાવર રજીસ્ટર કરવા આવેલ.”
“તો તો ૫મો ૬ ઠ્ઠો મહિનો હશે!!”
“હા મા સુ ભાભીના બે સાવર નક્કી થઇ ગયા છે, તારે પણ રિવાજ મુજબ ગોદ ભરાઇ કરવી જોઇએને?”તુ અને ડેડી વિચારજો હું મુકુ મારે મોનાને ડાન્સ ક્લાસમાં લઇ જવાની છે”,બાય.
“બાય લવ યુ”.
રામન શુભ્રમન્યમ મદ્રાસી બ્રાહ્મીન,મદ્રાસમાં હતા ત્યાં સુધી પી એચ ડી પ્રોફેસર રામન લુંગી પર ડ્રાયક્લીન શર્ટ પહેરી કોલેજ જતા, ત્રણ બાળકોના જન્મ મદ્રાસમાં. લક્ષ્મીના ભાઇઓ અમેરીકામાં એટ્લે એકની એક બેનની પિટીસન ફાઇલ કરી,૭૨માં ઇમીગ્રેસન વીસા મળ્યા, રામન ફેમિલી સાથે બોસ્ટન સાળાને ત્યાં આવ્યા, ડો રામનના ઉચ્ચતર શિક્ષણ, અને ઘણા જર્નલમાં પેપર પબ્લિશ થયેલ હોવાથી, હારવર્ડ યુનિવર્સીટીમાં તુરત જ જોબ મળી ગયો.
મોટો રાજ ૧૨માં ધોરણમાં માનસા ૧૦માં મા અને સૌથી નાનો અમર સાતમામાં ,ત્રણે બાળકો ખૂબ હોશિયાર. રાજ એમ આઇ ટી માંથી કેમિકલ એનજીનયરીંગમાં પી એચ ડી થયો.માતાપિતાની પસંદગીની બ્રાહ્મીન જ્ઞાતિમાં રાજવી સાથે લગ્ન કરી બોસ્ટનમાં સેટલ થયો છૅ.
માનસા હારવર્ડ માંથી ઇગ્લીસ લિટરેચર મેજર સાથે ગ્રેજ્યુએટ થઇ.તેના પતિ સાથે હ્યુસ્ટનમાં સેટલ થઇ છે.બે બાળકોનું માતૃત્વ પ્રાપ્ત કરેલ છે.
ડો અમર અને સુ બેયલરમાં સાથે રેસીડન્સી કરતા હતા,અમર ઇન્ટરનલ મેડીસિનમાં ચિફ રેસિડન્ટ અને સુ સેકન્ડ ઇયરમાં એટલે અવાર નવાર કેસ ડીસકસનમાં મળતા,અમરને સુ નો અને તેના પેરન્ટસનો પ્રથમ પરસનલ પરિચય માનસાને ત્યાં દિવાળી પાર્ટીમાં થયો.તેના પેરન્ટસના હિન્દુ ધર્મવિશેના વિચારો અને જાણકારીથી અમર ખૂબ પ્રભાવિત થયો.માનસા પાસેથી પણ સુ વિશે ઘણું જાણવા મળ્યું.
પછીતો પરિચય ધીરે ધીરે પાંગરતો ગયો. મેમોરીયલ ડે લોંગ વીક એન્ડમાં બન્ને ગાલવેસ્ટન બીચ પર ગયા, અમરે વેસ્ટન ક્લચરની રીતે ઘુંટણીયે પડી સુને પ્રપોસ કર્યું વુડ યુ મેરિ મી?.
યસ બોલતા સુ એ અમરનો હાથ પકડ્યો બાથ ભીડાય બન્ને હૈયા હોઠ એક થયા.. આથમતા સૂર્યના સોનેરી પ્રકાશમાં સુ ના રતુંમડા ચહેરા પરના અવનવા ભાવો અમર નિરખી રહ્યો…
માનસાએ મમ્મીને વાત કરી,મમ્મી સમજી ગઇ, પ્રોફેસર રામનને કહેવાની કોઇનામાં હિમત ન હતી .
રજીસ્ટર મેરેજ કરી અમર સુના આગ્રહને માન આપી માતા પિતાના આશીર્વાદ મેળવવા બન્ને હ્યુસ્ટનથી બોસ્ટન આવ્યા લોગન એરપોર્ટથી સીધી ટેક્ષી કરી બ્રુકલીન માતા પિતાના ઘેર જવા. રસ્તામાં સુ એ પ્રષ્ન પૂ્છ્યો, અમર આર યુ સ્યોર યોર પેરન્ટ વીલ એક્સેપ્ટ અસ?”આ પ્રષ્ન સુ વારંવાર પૂછી રહી હતી અને અમરનો એજ જવાબ “આઇ ડોન્ટ નો સુ,”અમર જાણતો હતો તેના પિતાને, ધર્મચુસ્ત, મદ્રાસી બ્રાહ્મીન.શું જવાબ આપશે, “ બે શરમ તું જાણે છે ,વર્ણશંકર પ્રજાને મારા ઘરમાં સ્થાન નથી.” અમર સુ ને આ કહી નહોતો શકતો.
ઘર આવ્યું ડોરબેલ વાગી, રાત્રીના આઠ થયેલ લક્ષ્મી ડીસીસ કરતી હતી, પ્રોફેસરે દરવાજો ખોલ્યો,લક્ષ્મી પણ બારણે આવી અમર અને સુ દરવાજામાં જ બન્નેને પગે લાગ્યા,અમર બોલ્યો મોમ ડેડ વી કેમ ટુ ગેટ યોર બ્લેસીંગ્સ પ્રોફેસરે લક્ષ્મીને અંદર ખેંચી ધડામ દરવાજો બંધ અમરે સુ નો હાથ પકડ્યો કંઇ પણ બોલ્યા વગર રોડ પર આવ્યા ટેક્ષી કરી નેક્ષ્ટ અવેલેબલ ફ્લાઇટમાં હ્યુસ્ટન પાછા.બન્ને પાછા પોતાના રુટિનમાં લાગી ગયા.
ત્રણ વર્ષ વિત્યા લક્ષ્મીની નજર સમક્ષ આખો પ્રસંગ તાદૃશ થઈ રહ્યો છે. આખો રવિવાર વિચારમાં ગયો પ્રોફેસરને કેવી રીતે વાત કરવી?!! સમજાવવા?ચાલતા ચાલતા વિચારે છે ૫ વર્ષ થયા રાજવીની ગોદ ખાલી છે, છેલ્લા બે વર્ષથી તો સ્પેસ્યાલીસ્ટ ડો. પાસે જાય છે,હું પણ મિનાક્ષી મંદીરમાં જ્યારે પૂજા અર્ચના કરાવું ત્યારે રાજના ઘેર પારણું બંધાય, એજ મનોકામના કરું છું.આજે
આજે માએ મારું સાંભળ્યું, મારે મન તો અમરના ઘેર પારણું બંધાય એ પણ આનંદ જ છે,મને ખાત્રી છે આ સમાચાર જાણી પ્રોફેસરને પણ આનંદ જ થશે.આજે રાત્રે જણાવી જ દઉં.
ડાયનીંગ ટેબલ પર ગરમ ગરમ ઢોસા પીરસતા વાત કરી, “સવારથી મારે તમને એક વાત કરવી છે”
“તો કહી દેને રાહ શા માટે?’આજે પરોઢિયે મને સ્વપનું આવેલ “ આપણે દાદા દાદી થયા”,
“આટલી સરસ વાત કરવા માટે તેં આખો દિવસ વિચાર્યું.” પરોઢિયાનું સ્વપ્ન કદાચ સાચુ પણ પડે!!’
“હા એવું જ લાગે છે ચાલતા ચાલતા પાર્કમાં મે દૂર સુ ને જોય સગર્ભા હોય તેવું જણાયું તેનું ધ્યાન મારા તરફ ન હોતુ હું કન્ફર કરવા તેના તરફ ચાલું ત્યાં તો તે ગાડીમા બેસી પાર્કની બહાર નીકળી ગઇ.”
“તો તું તેની પાછળ કેમ ના ગઈ?”
“હું પાર્કમાં ચાલતી જ જાઉ છું”.
“તો ચાલો અત્યારે આપણે બન્ને સાથે કનફર્મ કરવા જઇએ”.
“ક્યાં જઇશું તમને અમરનું ઘર ખબર છે?”
“આજે સવારે હું મારા કલીગ ભાસ્કર રાવની ખબર કાઢવા મેમોરીયલ હોસ્પીટલ ગયો ત્યારે અમર રાઉન્ડ પર ભાસ્કરને જોવા આવેલ, ભાસ્કર અમરના ખૂબ વખાણ કરતો હતો. હું અમર સાથે જ રૂમની બહાર નીકળ્યો ત્યારે મેં જ તેના ઘરનું એડરેસ અને ફોન નંબર માગ્યા તેણે તુરત જ લખી આપ્યા”.
“તો તમે મને અત્યારે કહો છો”!!
“મારે આવતી કાલે તને અમરને ત્યાં સરપ્રાયસ લન્ચ માટે લઇ જવાની હતી”.
“તું તૈયાર થા આપણે નીકળીએ ૧૦ મીનીટ જ દૂર છે.”
અને બન્ને વેસ્ટ યુ એરિયામાં અમરના ઘેર પહોંચ્યા.
અમરે દરવાજો ખોલ્યો, માતાપિતાને પગમાં પડ્યો.
“બેટા ખૂબ ખૂબ સુખી થા,અમર મારી પુત્ર વધુ ક્યાં છે?”
ત્યાં તો સુ પોતે જ નાયટ ડ્રેસ પર રોબ પહેરી બહાર આવી
“મોમ ડેડ બ્લેશ મી એન્ડ યોર ગ્રાન્ડ બેબી”.
બન્ને જણા ફરી વાર પગે લાગ્યા અમર બોલ્યો મોમ ડેડ બ્લેશ ઓલ થ્રી ઓફ અસ”.
લક્ષ્મી હેતથી ટ્પલી મારતા બોલી “આ તારી ઓલ થ્રી ઓફ અસની ટેવ ગઇ નહીં”.
“એ શું અમર સમ સીક્રેટ યુ આર હાઇડીંગ ફ્રોમ મી !!”
“સુ બેટા, અમરને ચોકલેટ આપુ રાજ વાંકમાં હોય એટલે એને ના આપુ તો અમર મારી સામે આવી ડીકલેર કરે ઓલ થ્રી ઓફ અસ વીલ ઇટ ટુ ગેધર ઓર નો બડી વીલ ઇટ.માનસા પણ એની ચોકલેટ મૂકી દે.” રાજ માફી માંગે અને ત્રણે સાથે ચોકલેટ એન્જોય કરે.”
“મા દીકરો અને વહુ વાતો જ કરશો કે ચોક્લેટ આઇસ્ક્રીમ ખવડાવશો?”
“સોરી ડેડ સુ આઇસ્ક્રીમ બાઉલ ભરવા લાગી અમરે મોમ અને ડેડને બાઉલ આપ્યા,સુ એ પોતાના માટે એક જ સ્કુપ ભર્યો.
લક્ષ્મી બોલી “સુ તારે ડબલ ખાવાનું હોય”.
“મોમ મારું વજન વધી રહ્યું છે એટલે મારે ફેટ ઓછી ખાવાની છે”.
પ્રોફેસર બોલ્યા “સુ યુ સ્ટાર્વ બટ ડોન્ટ સ્ટાર્વ માય ગ્રાન્ડ બેબી.
ડેડ ડોન્ટ વરી યોર ગ્રાન્ડ બેબી વીલ ઇટ માય ફ્લેશ;બેબી વોન્ટ સ્ટાર્વ”.
“પ્રોફેસર સાહેબ ચાલો હવે બન્ને જણાને આરામ કરવા દો.”
“મોમ ઓલ થ્રી ઓફ અસ”.
“યસ બેટા આશીર્વાદનો વરસાદ હંમેશા વરસતો રહે તમારા ત્રણે પર.ઓન ઓલ થ્રી ઓફ યુ”…
રમામાસી હંમેશા કંઇ ને કંઇ કરતા જ હોય, સિનેમા જોવા જાય તો પણ હાથમાં અંકોડી સોયો અને દોરાની થેલી હોય, થેલી પણ પોતાની જાતે ગુંથેલી જ વાપરે. માસીને બહેનપણીઓની સાથે મેટૅની શોમા જ સિનેમા જોવાનું બને.માસી અને માસા બે એકલા.માસાને સ્ટીલના વાસણો બનાવવાની ફેકટરી,એટલે સવારના સાત વાગ્યામાં અંધેરીથી ભાયંદર જવાની ટ્રેન પકડે રાત્રે નવ વાગે ઘેર આવે,માસી ઘરનું કામકાજ પતાવી પોતાની પ્રવૃતિ-ભરત ગુંથણ, કે કોઇ વખત બાજુના ફ્લેટમાં રહેતા રક્ષાબેનની દીકરી રુચીરાને રોટલી, ભાખરી બનાવતા શિખવે,તો કોઇ વાર નવપરણીત શર્મીને તેના પતિ સાહિલને ભાવતા ફરસાણ, મીઠાઇ બનાવતા શિખવાડે.
આખા બિલ્ડીંગમાં કોઇને કાંઇ પણ નવુ શિખવુ હોય, રસોઈ કે ભરતકામ, શીવણકળા વગેરેમાં માર્ગદર્શન જોઇતુ હોય, તો તુરત માસી પાસે પહોચી જાય, માસી બધાને હોંશથી શિખવાડે, સલાહ સુચન આપે.માસી કોઇવાર સાસુની જગ્યા લે,તો કોઇવાર માની મમતા આપે, બધી બહેન, દીકરીઓ, વહુઓ માસીના સલાહ સુચનને અમલમાં મુકે.
માસી નાના બાળકોના પણ એટલા જ માનીતા, વેકેશનમાં બિ્લ્ડીગના બાળકો બપોરના માસીના ઘેર પહોચી જાય, માસી બધાને પ્રેમથી આવકારે,કોઇ વાર પતા રમે, તો કોઇ વાર ચેસ, ચેકર, સાપ-સીડી જેવી રમતો રમે અને રમાડે,કોઇ વાર મોટા બાળકો સાથે મોનોપોલી જેવી રમત પણ રમે.
માસીને એક દિકરો અમૃત, પુના એનજીન્યરીંગના છેલ્લા વર્ષમાં ભણે, વેકેશનમાં દિકરો ઘેર આવે,
ત્યારે મા, દિકરાના આગ્રહને વશ થઇ, રમણભાઇ માણસોના ભરોસે કારખાનુ મુકી, એક અઠવાડિયા માટે ત્રણે જણા સાથે વેકેશન પર જાય. સહવાસ સાથે નૈસર્ગિક આનંદ મેળવે, આખા વર્ષનુ ભાથુ ત્રણે જણાને મળી જાય.
અમૃત ઘેર હોય એટલા દિવસ રોજ સવારના ગરમ ભાખરી,મોરબીવાળાના ફાફડા,મરચા નો નાસ્તો ટેબલ પર ગોઠવાઈ જાય.કાઠીયાવાડના જૈન માટે કહેવાય કે “સવારના ગાંઠીયા ના ખાય તો ટાંટીયા ના હાલે”.
રમાબેનઃ “અમૃત બેટા તૈયાર થઇ જા, નાસ્તો તૈયાર છે.”
” આવ્યો મમ્મી, બોલતા જ ડાઇનીંગ ટેબલ તરફ દૃષ્ટિ કરી, “વાવ મમ્મી ફાફડા ગાંઠીયા, સુખડી, પણ મમ્મી જલેબી નહીં?
ત્યાં રમણભાઇ પણ દાખલ થયા “બેટા મને તો ગરમ જલેબીની સુગંધ આવે છે તારી મમ્મી દિકરા માટે ગરમ ગરમ જલેબી તળતી હોવી જોઇએ!”
ત્યાં જ રમાબેન ગરમ જલેબીની પ્લેટ લઇ આવ્યા “અરે હજુ તમે શરુ નથી કર્યુ!! “
“મમ્મી અમે તારી રાહ જોતા હતા”,
“મારી રાહ!! સમજી તારી પ્રિય જલેબીની રાહ જોતો હતો,”
“રમણભાઇઃ “ચાલો હવે તો મમ્મી અને જલેબી બન્ને આવી ગયા, મારા મોંમા તો ક્યારનુ પાણી આવે છે”,બોલતા જલેબી મોંમા મુકી.
બધાએ ખાવાનુ શરુ કર્યુ, સમુબેન મસાલા ચાની કિટલી મુકી ગયા.રમાબેને બધાના કપમાં ચા તૈયાર કરી રમણભાઇના કપમાં ઇક્વલ નાખી.
અમૃતઃ “કેમ ઇક્વલ નાખે છે? પપ્પા ખાંડ નથી ખાતા?!!
“બેટા છેલ્લા બે વર્ષથી તારા પપ્પાને ડો.મેહતાએ ખાંડ બંધ કરાવી છે,ડાયાબિટીસની ગોળી લે છે”.
“તો પપ્પા તમારે જલેબી ના ખવાય, મમ્મી, તે કેમ ખાવા દીધી!!”
“હા બેટા નથી ખાતો, આજે ઘરની બનાવેલ હતી એટલે ખાધી ,તારી મમ્મીએ મીઠાઇ બનાવવાનુ જ બંધ કરી દીધુ છે. તારા માનમાં આજ જલેબી બની.”
“એમ સાવ બંધ નથી કર્યુ, તારા પપ્પાને તો રોજ જમ્યા પછી ગળ્યુ જોઇએ તે હવે બંધ કર્યુ છે,અઠવાડિયામાં એકાદ વખત ગોળની મીઠાઇ બનાવી આપુ છું.”
“મમ્મી કાલે શ્રીખંડ નહીં બનાવતી ગોળની પુરણપોળી બનાવજે”.
“બેટા હું તારા પપ્પા માટે ઇક્વલનો શ્રીખંડ બનાવીશ; મે દહીં મેળવી દીધુ છે,અને તારા પ્રિય ખમણની તૈયારી પણ થઇ ગઇ છે “.
“અમૃત, ચાલો બેટા તમારી મા દિકરાની વાતોમાં ટ્રેન ચુકી જઇશુ તો અડધો કલાક સ્ટેશન પર બેસવુ પડશે”.
જી ચાલો પપ્પા “જય જીનેન્દ્ર”મમ્મી”.
“જય જીનેન્દ્ર”
બાપ દિકરો કારખાને ગયા,કોલેજમા આવ્યો ત્યારથી દર વેકેશનમા અમૃત પપ્પા સાથે સવારના કારખાને જાય, મશીન વગેરે જુવે,પપ્પા અને સિનિયર વર્કર ચંપકકાકા જે રમણભાઇના દુરના સગા થાય,તેઓની સાથે નવી આધુનિક ટેકનોલોજી વિષે ચર્ચા કરે,રમણભાઇ દિકરાને સ્ટેનલેસ્ટીલના ધંધા્મા થતી હરિફાઇ અને ટ્રીક ઓફ ટ્રેડની સમજણ આપે.બપોરે ૧ વાગે ઘેરથી ટીફિન આવે, બન્ને બાપ દિકરો સાથે લંચ જમે,આ રીતે અમૃતને ધીરે ધીરે ભણતર સાથે ગણતરનો પણ લાભ મળતો.
રમામાસી, સમુબેન રસોડામાં અમૃત માટે નાસ્તા બનાવવાના કામમા લાગી ગયા.જીરાના,અને મેથીના ખાખરા બનાવ્યા,મગની પુરી બનાવી, શેકેલા પૌંવાનો ચેવડો બનાવ્યો.
રમાબેનઃ સમુ, હજુ ચકરી બનાવવાની બાકી છે
સમુઃ માસી આજ જ બધુ બનાવ્યુ !! હજુ તો ત્રણ અઠવાડીયા વેકેશનના બાકી છે ને?!!
રમાબેનઃ આ વર્ષે ભાઇને બે અઠવાડીયાનુ જ વેકેશન છે, ભાઇએ બે વિષય વધારે લીધા છે,એટલે ડીસેમ્બર મહિનામાં ભણવાનુ પુરુ કરી અહીં આવી જશે, તારા માસાને મદદ કરવા.
સમુઃ માસી તમારો અમૃત કેટલો ડાહ્યો દિકરો છે, આ અમારો જુઓ, ૧૨મા માં બે વાર નાપાસ થ્યો છે, તોય એનો બાપ ચડાવે છે, આ વર્ષે મારી ના ઉપરવટ હપ્તાથી ટીવી લઇ દીધુ,બાપ દિકરો બેઉ મંડી પડ્યા, મમ્મી ટીવી હોય તો દુનિયાભરના સમાચાર જાણવા મળે,અને ક્લાસમાં એના ભાઇબંધો ટીવીની અલક મલકની વાતો કરતા હોય ત્યારે આપણો દિકરો બાઘાની જેમ સાંભળ્યા ન કરે; એ લોકોની વાતોમાં ભાગ લઇ શકે.ઉપરથી એની બેનેય ટાપશી પુરી; મમ્મી બાપુની ને વિનયની વાત સાચી છે,મારી બેનપણીઓ ટીવી ના શો વિશે વાતો કરતી હોય છે ત્યારે હું બાઘાની જેમ સાંભળુ છુ, અને કોઇ વાર બહાનું કાઢી લાયબ્રેરીમાં જતી રહુ છુ.
રમામાસીઃ તારી તરલા ડાહી કહેવાય,પણ એનેય ટીવી જોવાનુ મન તો થતુ જ હોય,તે ટીવી વસાવ્યુ એ સારુ કર્યુ, તમારે ચારેય જણાએ કલાક દોઢ કલાકથી વધારે નહીં જોવાનુ,એવો નિયમ જ કરી દેવાનો.
સમુઃ માસી મારી તરુ પર હું ભરોસો રાખુ, પણ આ દિકરો મારો નપાવટ છે.
“સમુ પોતાના સંતાન માટે એવુ ના બોલીયે,પ્રેમથી સમજાવીએ.જા હવે ઘરભેગી થા, ગાંઠીયા અને જલેબી લેતી જા તારા વિનય અને તરુ માટે, આ વર્ષૅતારી તરુ બીએ થઇ જશે, તારો ૫૦% ભાર હળવો થઇ જશે.
“માસી દીકરીને સારા ઠેકાણે વળાવીએ નહીં ત્યાં સુધી ભાર હળવો ના થાય.’
“સમુ આ જમાનામાં દીકરી અને દિકરા સરખા, આજે ભણેલી દીકરીઓ નોકરી કરે છે, મા બાપની પડખે દિકરાની જેમ ઊભી રહે છે. સૌ સારા વાના થશે, દીકરીના લેખ જ્યા લખાયા હશે, ત્યાં જશે,તારી તરુમાં તો રૂપ અને ગુણ બેઉ છે, સારે ઠેકાણે જ જશે”.
“માસી, તમારા વડીલોના આશીર્વાદ.તમારી સાથે વાતો કરી સારુ લાગ્યુ”,માસીના સુયા અને દોરા પર ફરતા હાથ તરફ નજર કરી બોલી. “માસી તમારે હજાર કામ હોય અને મેં તમને ખોટી કર્યા,”
“અરે ગાંડી, એમા શું,મારા હાથ કામ કરે છે તેં ક્યા એને ખોટી કર્યા છે,વાતો કરી તારુ હૈયુ હળવુ કર્યુ,મનેય ગમ્યુ,જા હવે ખોટી ચિંતા ના કરીશ.
“આવજો, જય જીનેન્દ્ર”
“જય જીનેન્દ્ર”.
આમ રમામાસી નાના મોટા બધા સાથે પ્રેમથી વાતો કરે.વાત વાતમાં શિખામણ પણ આપે.
અમૃતનુ વેકશન પુરુ થયુ, મમ્મીએ આખી બેગ નાસ્તાની પેક કરી.
“મમ્મી આખી બેગ નાસ્તાની !?
“બેટા આ બધા પેકેટ એર ટાઇટ છે એટલે ૪-૬ મહિના સુધી બગડશે નહીં,તુ દિવાળીના વેકેશનમાં આવવાનો નથી એટલે આટલા નાસ્તા તો જોઈશેને?”
“મમ્મી, તુ દિવાળી પર મને ઘુઘરા,ઘારી મઠીયા સુવાળીનુ પાર્સલ નથી કરવાની?”
“બેટા, એ પાર્સલ તો કરવાના જ હોય ને. એ તો કરીશ,દિવાળીને તો ઘણી વાર છે,ત્યા સુધી આટલો નાસ્તો તો પતી જશે,પરીક્ષા આવે, રાત્રે જાગે એટલે ચા સાથે નાસ્તા તો જોઇએ”.
સારુ મમ્મી,તુ કહે તેમ”, આમ વાતો કરતા ટેક્ષીમા સામાન ગોઠવાયો,બોરીબંદર સ્ટેશન પહોંચ્યા,ડેકન- ક્વીનમા અમૃત પુના જવા રવાના થયો.ગાડીની સ્પીડ કરતા વધુ ઝડપે અમૃતના વિચારો દોડવા લાગ્યા,ગાડી પહોંચતા પહેલા પુના પહોંચી ગયો,રીક્ષા કરી સામાન હોસ્ટેલ પર મુકી સીધા ડીનને મળવા જવાનુ છે, હા એ પહેલા ફેકલટી સેક્રેટરી ડીસોઝા પાસેથી ફડકે સાહેબ અને દેશમુખ સાહેબના લેટર હેડ પર ટાઇપ રેકમેન્ડેશન લેટર લેવાના છે.બન્ને સાહેબો સાથે રૂબરુ વાત તો થયેલ છે, સેક્રેટરીને પણ જતા પહેલા યાદ કરાવી દીધુ હતુ. ગયા ક્રીસમસ પર મમ્મીએ હાથે બનાવેલ મોતીની પર્સ ગીફ્ટમાં આપી છે,આમ જુઓ તો સફેદ કોલર રુશ્વત; ,કહેવાતા સુધારકોએ પાડેલ નામ; પરન્તુ, ગીફ્ટ આપો તો જ કામ થાય.બન્ને સાહેબોના મેડમ માટે મમ્મીએ જાતે બનાવેલ કો્સ્ચ્યુમ જ્વેલરી સેટ આપેલ છે,તે આજે જ લેટર લેવા જઇશ ત્યારે બન્ને સાહેબને રૂબરુ આપી દઇશ.”
આમ વિચારોના વેહણમાં અમૃત ફેકલટીની ઓફિસમાં પહોચ્યો.
“ગુડ મોર્નીંગ મિસ ડિસોઝા”
“ગુડ મોર્નીંગ” બોલી મિસ ડિસોઝાએ સોહામણા સ્મીત સાથે અમૃતને કવરમાં બીડેલ રેકમેન્ડેશન લેટર આપ્યા.વીશ યુ ઓલ ધ બેસ્ટ બોલી શેકહેન્ડ કર્યા.
“થેંક્સ એ લોટ, મીસ ડિસોઝા”.
હાશ, ૮૦% કામ તો ધાર્યા કરતા ઝડપથી પત્યુ, પતેજ ને, મમ્મીની સાચી લાગણીથી જાતે બનાવેલ પર્સ હાથમા લે એટલે મમ્મી જેવી લાગણી થાય જ.કહેવાય છે કે કોઇ પણ વસ્તુ બનાવો ત્યારે જો પ્રેમ આનંદ ઉત્સાહ સાથે બનાવેલ હોય તો તેવી જ લાગણી વસ્તુ વાપરનારને પણ જરૂર થાય.
ડીનની ઓફિસ ગયો, બહાર કોઇ બેઠેલ દેખાયુ નહીં.અમૃત ખુશ થયો ચાલો મારો જ નંબર પહેલો છે.પણ એમ ઓફિસનો પટાવાળો જવા દે!તો તો પટાવાળો પોતાની ફરજ ચૂક્યો ગણાય;જેવો અમૃતને ડીન સાહેબની કેબીન તરફ જતા જોયો કે તુરત તમાકુ ચોળવાનુ બંધ કરી અધકચરી જડબામાં ખોસી, હરણભાળ ભરતો આવ્યો “કોણ છો તમે? અંદર જશો નહીં, મોટા સાહેબ ઘણા કામમાં છે આજે કોઇને મળવાના નથી.”
“હું સિનિયર વર્ષનો વિદ્યાર્થી છું, મારે ખુબ જ અગત્યનું કામ છે.આજેજ મળવુ જરૂરી છે.”
પટાવાળો તમાકુનો રસ ઉતારતા મોઢુ મલકાવતા બોલ્યો “તમારુ નામ લખી આપો હું સાહેબના ટેબલ પર મુકી આવુ, સાહેબ બોલાવશે; ત્યાં સુધી અહીં બેસો.”
અમૃત સમજી ગયો, તુરત જ પચાસ રૂપિયાની નોટ કાઢી પટાવાળાના ખીસામાં સરકાવી.
પટાવાળાઍ તુરત જ સલામ ભરી, ડીનની કેબીનનો દરવાજો ખોલી આપ્યો.
“ગુડ મોર્નીંગ સર આઇ એમ અમૃત વખારીયા, મે આઇ કમ ઇન?”
“કમ ઇન,(have a seat)”.આવ બેસ.
અમૃત ખુરસી પર બેઠો .
ડીનઃવીચ ઇયર આર યુ
અમૃતઃ મેકેનીકલ એનજીન્યરીં ગ ફાઇનલ ઇઅર
ડીનઃવેરી ગુડ, શેના કવર લઇને આવ્યા છો?
અમૃતઃમારે આપને ફડકે સાહેબ અને દેશમુખ સાહેબના રેકમેન્ડેશન લેટર્સ આપવાના છે; મે બે વિષયો વધારે લીધા છે, જેથી એક સેમેસ્ટર વહેલા મારા કોર્શ પૂરા થઇ જાય, જેથી ડીસેમ્બરમાં પરીક્ષા આપી શકુ,આપ લેટર્સ વાંચી પરવાનગી આપો, જેથી હુ પરીક્ષાનુ ફોર્મ ભરી શકુ.
ડીનઃસરસ તમારા વિષે મારે તમારા શીક્ષકો સાથે ચર્ચા થઇ ગયેલ છે; મારી પર્મિશન છે. ગુડ લક”
અમૃતઃથેંક્યુ સર. ડીન સાથે શેક હેન્ડ કરી ઊભો થયો.
અમૃત થાક્યો પરંતુ ખુશ થયો, બધા કામ ધાર્યા મુજબ થઇ ગયા.
સાંજે હોસ્ટૅલ પર પહોંચ્યો સૌથી પહેલા ઘેર અને કારખાને ફોન કરી મમ્મી પપ્પાને સમાચાર આપ્યા.
રમણભાઇ તો ખૂબ ખુશ થયા એક ટ્રેન વહેલી પકડી ઘેર આવ્યા.
રમાબેને પણ આજે ખુશાલીમાં ગોળનો કંસાર બનાવ્યો;સોફા પર બેઠા વિચાર આવ્યો”આજે કારખાનેથી વહેલા આવે તો સારુ”;ત્યાં જ ડોર બેલ વાગી.
દરવાજો ખોલ્યો, “અરે હમણા મને વિચાર આવ્યો તમે વહેલા આવો તો સારુ, અને તમે આવી ગયા”.
રમણભાઇઃ તમે મારા વિચાર કરો, મને બોલાવો ને હું ના આવુ એવુ બને?!”અને બન્ને આધેડ પતિ પત્નિ દરવાજામાં જ આનંદ વિફોર બન્યા, રમણભાઇએ રમાબેનને આલિંગનમા લીધા.
રમાબેનઃ અંદર તો આવો, હવે કાંઇ નાના નથી બોલતા હળવાસથી રમણભાઇની પકડ ઢીલી કરી; ચાલો જલ્દી હાથ પગ ધોઇ કપડા બદલો કંસાર ઠંડો થાય છે.
“ અરે વાહ ઘણા દિવશે કંસાર ખાવા મળશે; થાળી પિરશો; હું હાથ પગ ધોઇ આવી જાવ છુ”.
જોત જોતામાં ડીસેમ્બર મહિનો આવી ગયો, અમૃત પરીક્ષા આપી ઘેર આવ્યો.
રમાબેનને ચિકન ગોનિયા થયેલ, એક મહિનાથી પથારીમાં હતા પરંતુ અમૃતનો ફોન આવે ત્યારે એકદમ તંદુરસ્ત હોય તે રીતે વાતો કરે ફોન પણ નહોતો પકડાતો સ્પીકર ચાલુ કરી વાતો કરતા,અમૃત પૂછૅ મમ્મી બહુ અવાજ આવે છે સ્પીકર પર મુક્યો છે?”
“હા બેટા મારા હાથ કામમાં હોયને એટલે સ્પીકર ચાલુ કરુ છુ ;બેટા પરીક્ષા પતે તુરત ઘેર આવજે,ખાવા પીવામાં ધ્યાન રાખજે”.અને ફોન રમણભાઇને આપી દે.
અમૃતને જરા પણ વહેમ નહીં આવવા દીધો.
અમૃત ઘેર આવ્યો ત્યારે ખબર પડી.ડો ને મળ્યો, જાણ્યુ રમાબેનનો કેસ સીવિયર છે,તેની કોઇ દવા નથી, રમાબેનના બધા સ્નાયુઓ વાયરસથી જકડાયા હતા કશુ કામ પોતાની જાતે નહોતા કરી શકતા; કાર્યરત રમામાસીથી આ સહન નહોતુ થતુ. ઉપરથી હસતા, પરંતુ મનમાં ખૂબ વલોવાતા, તેમનાથી પરતંત્રતા સહન નહોતી થતી.જે કોઇ ખબર કાઢવા આવે તેને કહે “ હવે તમારી માસી સાવ નિષ્ક્રિય થઇ ગઇ છે”.
અમૃત આવ્યા પછી આનંદમા રહેતા, અમૃત બધી જાતની થેરપી કરાવતો, રિફલેક્ષોલોજીસ્ટ અઠ્વાડિયામા એક વખત આવતા, ધીરે ધીરે પોતાની જાતે ખાતા પીતા થયા. બધાનુ કહેવાનુ એકજ ૧૦૦% રીકવરી નહીં થાય, કેટલી થશે? અને ક્યારે થશે?; તેનો કોઇ પાસે જવાબ નહીં.
નિષ્ક્રિય રમામાસી ક્યારે કાર્યરત થશે? રાહ જોવાની રહી.


આનંદમયી બા
દયાબા એટલે સદાય આનંદમય, કાયમ તેમના ચહેરા પર હાસ્ય રમતુ હોય.કોઇ પણ વ્યક્તિ પૂછે ‘બા કેમ છો?”બાના હાથ જોડાય,”આનંદમાં ભાઇ, આનંદમાં બેન”.બાનુ કુટુંબ મોટુ,ત્રણ દિકરા ત્રણ દીકરીઓ,એક દિકરો નરેશ કેમિકલ એન્જીનિયર લગ્ન કરી અમેરિકા આવ્યો,બોસ્ટનમાં એમ.એસ પુરુ કર્યુ, જોબ શરુ કર્યો.તેની પત્નિ નીનાએ લેબ ટેકનોલોજીસ્ટ્નો કોર્સ શરુ કર્યો, સગર્ભા થઇ,હાર્ડ વર્ક કર્યું ૬ મહિનામાં એક વર્ષનો કોર્સ પુરો કર્યો,જેથી પ્રસુતિના સમય પહેલા બોર્ડની પરિક્ષા આપી શકાય.ખેર બધુ મનુષ્યનું ધાર્યું થતુ નથી, એટલે જ અંગ્રેજીમાં કહેવત છે ;
“Man proposes, God disposes”
આવુ જ નીના સાથે થયું,આઠમે મહિને પ્રસુતિનું દર્દ શરુ થયું,નીનાએ નરેશને ઊઠાડ્યો બન્ને હોસ્પિટલ પહોંચ્યા,બન્નેને આશા હતી પ્રસુતિનું દર્દ નથી જણાવી દવા આપી નર્સ ઘેર મોકલશૅ.
નર્સે તપાસ કરી જણાવ્યુ નીના યુ હેવ ટુ સ્ટે,યુ આર લિકીંગ એન્ડ ડાઇલેટેડ,આઇ હેવ પેજ્ડ ડૉ.શાહ. શી ઇસ ઓન હર વે.
“નરેશ ઇન્ડીયા ફોન કરી બા ને વહેલા બોલાવી લ્યો”.
“તું ચિંતા ના કર મેં વિનુને મોબાઇલ પર જણાવી દીધુ છે,મને ત્રણ દિવસ પેટરનિટિ રજા મળશે.રવિવારની ફ્લાઇટ બુક કરાવશે, રાત્રે બા અહીં આવી જશે.”
“નરેશ બાને જેટ લેગ વિશે વિચાર્યુ??પહેલી વખત આટલી લાંબી મુસાફરી પ્લેનમાં કરશે?!!”
“તું ખોટી ચિંતા ન કર મારી મા તને અને બાબાને જોઇ એટલી આનંદમાં હશે,કે જેટ લેગ થાક બધુ ભૂલી જશે”
‘અને હા ઇલાને પણ ફોન કરજે “
“એને ભૂલાય!?સવારે મારુ આવી બને,
”શું છે નરેશ કોનુ આવી બનવાની વાત છ?!”
અરે ઇલા તને જ યાદ કરતા ‘તા ત્યાં તુ આવી ગઇ”
“હું તો આવી.મારા આનંદબાને ફોન કર્યો??”ઇલા દયાબાને આનંદબા જ કહેતી અને દયાબાને પણ ઍ ગમતુ.
ઇલા અને નીના સ્કુલથી મિત્રો, અમેરિકામાં પણ બન્ને એક જ ટાઉનમાં હતા તેથી મિત્રતા જળવાઇ રહેલ.
ડો શાહ આવ્યા નીનાને તપાસી લેબર રૂમમાં લઇ ગયા,કલાકમાં બાબાનો જન્મ થયો.
“અભિનંદન,નીના, નરેશ યુ ગોટ બેબી બોય”.
“થેંક્સ ડો.
ત્રીજે દિવસે નીના ઘેર આવી, ઇલાએ અને નરેશે નર્સરિ રૂમ તૈયાર કરી રાખેલ.દરવાજે વેલકમ હોમ લખેલ બ્લુ બલુન લટકાવેલ,યાર્ડમાં ઇટ ઇઝ બોય લખેલ બ્લુ બલુન મુકેલ આમ ઇલાએ અમેરીકાની રીત મુજબ બધી તૈયારી કરી રાખેલ.
રવિવારે બા આવ્યા,બધુ જોઈ ખુશ ખુશ થઇ ગયા, આનંદ આનંદ બોલતા અંદર ગયા, બાબાને જોયો ,
“નીના જો કેટલો નિર્દોષ આનંદમાં સુતો છે”.
‘હા બા”,તમે નાહી ધોઈ આરામ કરો તમને થાક લાગ્યો હશે”.
“અરે મને શેનો થાક!!બેસવાનુ, સુવાનુ ,ખાવાનુ, પીવાનુ અને બાજુવાળાએ આનંદ મુવી મુકી આપ્યુ,મને તો ખુબ આનંદ મળ્યો.
ત્યાં ઇલા આવી બા કેમ રહી મુસાફરી?”
“એકદમ આનંદમાં’.
“બા આજે તમારી રેસેપીના લાડુ અને વાલ બનાવવામાં મને પણ ખૂબ આનંદ થયો.”
“વાહ મારુ ભાવતુ ભોજન’.
બધા સાથે જમ્યા,
૬ઠીના દિવસે બાએ મીઠો ભાત બનાવ્યો ફૈબાની ગેરહાજરીમાં બધાના આગ્રહથી બાએ બાબાનું નામ ખુશ પાડ્યું.
બધાને નામ ગમ્યું.
ખુશની અને ઘરની, બન્ને જવાબદારી બાએ સંભાળી લીધી ,નરેશ સીટીઝન હોવાથી બાને ગ્રીન કાર્ડ મળી ગયું, નીનાએ બોર્ડની પરીક્ષા પાસ કરી લેબમાં જોબ લીધો.
નરેશે નાનાભાઇ બેનની પીટીશન ફાઇલ કરેલ અને નીનાએ પણ તેના ભાઇ બેનની પીટીશન ફાઈલ કરેલ અમેરિકામાં બન્નેના હક સમાન.
જેમ જેમ વીસા મળતા ગયા તેમ બધા ઇમીગ્રેશન પર આવતા ગયા, નરેશના મોટાબેન તેમની બે દીકરીઓ અને દીકરો આવ્યા, બધાએ જે મળે તે જોબ કરવાના અને સાથે ભણવાનુ, બા બધાનું કામ આનંદથી કરે, જરૂર પડે શીખામણ પણ આપે. ”ચાર પાંચ વર્ષ હાર્ડ-વર્ક કરી લ્યો, તમારા મામા મામીએ કર્યું તે પ્રમાણે અને. તમારે તેમનો ઉપકાર કદી નહીં ભૂલવાનો”.
નીનાએ પણ હવે જોબ છોડી દીધેલ જેથી બધાને રાઇડ આપી શકે. નીનાના બેન બનેવી તેમની બે કીશોર વયની દીકરીઓ સાથે આવ્યા.
એક દિવસ બપોરે સમર હોવાથી યાર્ડમાં કપડા સુકવતા નાની દીકરી સેજલની આંખમાં આંસુ જોઈ બા તુરત તેની પાસે ગયા,તેની સાથે કપડા સુકવતા બોલ્યા, બેટા તારા મમ્મી પપ્પા પરીક્ષા પાસ કરે પછી તમારે કોઇ ચિંતા નહીં, પછી તમે અહીં ઇન્ડીયાથી પણ સારી રીતે રહી શકશો, ત્યાં સુધી આનંદથી કામ કરવાનું, બેટા આ દેશમાં બધા જ કામ કરે, કોઇને કોઇ પણ જાતના કામ કરવામાં નાનપ કે શરમ નહીં.,કાર્ટર પ્રેસીડન્ટ હતા અને અત્યારે તેના ખેતરમાં ટ્રેકટર ચલાવે છે. તો આપણને શેની શરમ??!! ભગવાન જે કામ જ્યારે કરાવે ત્યારે તેનો ઉપકાર માની આનંદથી કરી લેવાનુ, તો જ સુખી થઇએ અને બીજાને સુખી કરી શકીએ.
આમ બાના મોરલ સપોર્ટથી બધા સેટલ થવા લાગ્યા.
દર દિવાળીએ બાના આગ્રહથી નરેશનું આખુ કુટુંબ સાથે ડીનર લે, બધા દિવાળીને દિવસે ડ્રાઇવ કે ફ્લાય કરી બોસ્ટન આવી જાય. શિખંડ અને શુકનની તલધારી લાપસી બને.તલધારી લાપસી બા જ બનાવે તેવો સહુનો આગ્રહ. બાને પણ તેનો ખુબ આનંદ.
આ વર્ષ નીનાની ભાણેજવહુ દેવલ અને ભાણેજ ડો યોગિના આગ્રહથી ફેમિલી ગેટ ટુ ગેધર અને દિવાળી ડીનર તેઓને ત્યાં રાખવાનુ નક્કી થયુ. બા અને નીના આગલે દિવસે પહોંચી ગયા જેથી દેવલને હેલ્પ કરી શકે. દેવલે તો બધુ કેટર કરાવેલ. બાને ખબર નહીં, બા તો સવારના ચા પાણી પત્યા,કે તુરત રસોડામાં ગયા બારણા પાસે પહોંચ્યા, અટકી ગયા.
‘મામી મે તો બધુ કેટર કરાવ્યું છે.” તલધારી લાપસી પણ કરાવી લીધી. બાના હાથ ધૃજે છે, બરાબર હલાવાય નહીં, અને ચોટી જાય તો બગડે”.
.”દેવલ બાને અને તારા મામાને નહીં ગમે.”
“મામાને યોગિ મનાવશે, બાને તમે મનાવી લેજો”.
બા દાખલ થયા,”બેટા તમારે કોઇએ મને મનાવવાની જરૂર નથી, તમે જે કરો તેમાં મને આનંદ જ હોય.” બોલી પોતાના રૂમમા જતા રહ્યા. નીનાએ જોયું, બાના ચહેરા પર આનંદ બોલતા જે સ્મીત રમતુ દેખાતુ, તેની ઝાંખી ન થઇ.
રાત્રે ડીનર પત્યું, નજીક રહેતા‘તા તેઓ મોડી રાત્રે ઘેર ગયા, દુર વાળા સવારે નુતન વર્ષાભિનંદન કરી બા ને પ્રણામ કરી નીકળ્યા.બાએ સહુને સદાય આનંદમાં રહો આશીર્વાદ આપ્યા નરેશ અને યોગિ ફ્લાઇ કરવાવાળાને એરપોર્ટ પર મુકવા ગયા.
સાંજે નરેશ નીના અને બા પણ નીકળ્યા.
યોગિ અને દેવલે બાને પ્રણામ કર્યા.બાએ આશીર્વાદ આપ્યા
“સદાય સુખી રહો.” નીનાને આશ્ચર્ય થયું આજ “આનંદમાં રહો” તેને બદલે “સુખી રહો” કેમ બોલ્યા હશે ?!!
મોડી રાત્રે ઘેર પહોંચ્યા.
બા “આનંદ સચ્ચિદાનંદ બોલી પોતાની રૂમમાં ગયા.
સવારના ૯ વાગ્યા બા રૂમની બહાર ના આવ્યા નીનાને ચિંતા થઇ, નોક કરી અંદર ગઇ .
બા પલંગમાં સીધા સુતા હતા, બા હંમેશા જમણી કે ડાબી બાજુ જ સુવે, કદી સીધા ના સુવે. નીના નજીક ગઇ.
“બા નવ વાગ્યા, ઊઠો”.
કોઇ જવાબ નહીં
નાઇટ સ્ટેન્ડ પર નજર ગઇ, ચિઠ્ઠી પડેલ.
ધૃજતી બાની કોઇને જરૂર નથી, જાય છે.
સચ્ચિદાનંદ
આનંદ આનંદ આનંદ
નીના ઢગલો થઇ બાને વળગી પડી “બા,મારી ખુશ મિજાજી બા, તને ધૃજારી પર આટલી નફરત!!!”

પરિપકવ પ્રણયની યાત્રા
રિતેશ અને રીના, અશોક અને અમી.,બન્ને દંપતીની આજે ૪૦મી લગ્ન જયંતી, વાઇન ટોસ કરતા અશોકભાઇએ પુછ્યુ ”રિતેશ તું અને રીના ક્યાં અને કેવી રીતે મળ્યા એની વાત તો કર.”
“અશોક આપણે આટલા સમયથી સાથે લગ્ન જયંતી ઊજવીએ છીએ તો આજે અચાનક કેમ આ સવાલ?”
“જોને આજકાલના પ્રેમ લગ્નના પરિણામ કેવા આવે છે!! અમારા સગામાંજ દીકરીએ હાઇસ્કુલ પ્રેમી સાથે લગ્ન કર્યા. બન્ને સાથે યુ.એચ માં ગયા.કોલેજ પુરી કરી લગ્ન કર્યા. બે વર્ષમાં છુટાછેડા!!દર રવિવારે પતિદેવ સોફામાં આડા પડી આરામથી ફુટબોલ ગેઇમ જુએ,અને પછી બેઉ વચ્ચે તડફડ અને છુટાછેડા.
“તમે બન્ને આટલા વરસોથી ડોકટર પ્રેકટીસ કરો છો,બન્ને બાળકોને ઉચ્ચ શિક્ષણ આપ્યું,બન્નેને યોગ્ય વયે પરણાવ્યા,આ બધાનું રહસ્ય શું?
“ તે તો મને ઘણા પ્રશ્નો પૂછી નાખ્યા. ક્યાં મળ્યા ત્યાંથી શરૂઆત કરુ છું.સૌથી પહેલી વાર અમે મળ્યા એલીફન્ટા જતી નાની ક્રુઝ બોટમાં ૧૯૬૧ના ડીસેમ્બરમાં અમારી કોલેજની પિકનીક્માં રીનાની બહેનપણી નલિની જે મારા ક્લાસમાં હતી તેની મહેમાન તરીકે રીના આવેલ,ત્યારે ઓળખાણ થયેલ.
અમીઃ”વાહ આ તો ફસ્ટ સાઇટ લવ!!”
રીનાઃ“અમી, એવુ નથી,પરંતુ ત્યાર બાદ અમો અવાર નવાર મળતા. રિતેશનો મિત્ર હસમુખ મારા ક્લાસમાં હતો એટલે રિતેશ તેને મળવા મારી કોલેજમાં આવે ત્યારે મને મળે,અને હું નલિનીને મળવા એની કોલેજમાં જાઉ ત્યારે રિતેશને મળું.સાથે લાયબ્રેરીમા વાંચીએ અને કોઇ વાર મહાલક્ષ્મી મંદિર પાછળના દરિયા કિનારે પત્થર પર બેસી વાતો કરીએ તો ક્યારેક ચર્ચગેટ-રેશમ ભવનમા ચા પીતા વાતો કરીએ,વધારે તો ૧૯૬૨માં બન્યું તે રિતેશ જણાવશે.
રિતેશઃ“કેમ તને શરમ આવે છે!?”
“નોટ એટ ઓલ,આઇ એમ પ્રાઉડ ઓફ ઇટ”.
રિતેશઃ”૧૯૬૨માં અમે સેકન્ડ એમબીબીએસ માં હતા.અમે નવ મિત્રો, પાંચ છોકરા અને ચાર છોકરીઓએ ક્રીસમસ વેકેશનમાં ઇલોરા-અજંટા જવાનુ નક્કી કર્યુ.બોરીબંદરથી ટ્રેનમાં ઔરંગાબાદ પહોંચ્યા.ત્યાના ગેસ્ટ હાઉસમાં માંડ બે રૂમ મળી. બસમાં ઇલોરા-અજંટા ગયા. ત્યાંની ગુફાઓ અને અજંટાના સુંદર રંગોના ભિત્તિ ચિત્રો અને શિલ્પકળા જોતા અમે બન્ને વધુ નજીક આવ્યા,હું તક મળે થોડા અડપલા કરવા પ્રયત્ન કરતો પણ રીના શરમાઇ મીઠો છણકો કરતી,અને હું અટકી જતો.ત્યાંથી દૌલતાબાદનો કિલ્લો જોવા ગયા દૂર હતો એટલે સાયકલ અને ઘોડાગાડી પર જવાનુ નક્કી કર્યુ,મને સાયકલ બહુ આવડતી ન હતી પણ સાહસ કર્યુ,રીના ઘોડાગાડીમા હતી,મેં તેને હાથ વેવ કર્યો અને બેલેન્સ ગયુ, પડયો,સારા એવા ઉઝરડા થયા,બધા અટક્યા,રીનાએ તુરતજ પર્સમાંથી નાની તાત્કાલીક સારવાર કીટ કાઢી, નીચે બેસી મારા ઘા સાફ કરી અને ડ્રેસીંગથી કવર કર્યા.ત્રણ દિવસની ટુર દરમ્યાન રીનાએ મારી ખુબ સારવાર કરી,પાછા આવતા ટ્રેનમાં પુરતી જગ્યા ન મળતા બધા નીચે બેઠા ત્યારે રીનાએ આખી રાત મારુ માથુ ખોળામા રાખી મને સુવા દીધો.અને ત્યારથી મિત્રતા પ્રેમમા પાંગરી.
“અને પછી તો રિતેશ અઠવાડિયામાં ત્રણ વખત બોમ્બે સેન્ટ્રલ સ્ટેશન પર ગુલાબના ફૂલ સાથે મને મળવા આવે.”
“ અરે વાહ રીના તુ નસીબદાર!! મને તો વેલેન્ટાઇન દિવસે અશોકને યાદ રહે તો ગુલાબ મળે તો….”
અશોકઃ“અમી આપણા લવ મેરેજ નથી.કદાચ આવતા જન્મમાં પ્રેમ પંખીડા થઇએ તો રોજ ગુલાબ આપીશ અત્યારે તો આ બેઉની વાત સાંભળ.તમે બન્ને વાણીયા-બ્રાહ્મણ તો તમારા પેરન્ટસ કેવી રીતે માન્યા? તે જમાનામા તો પ્રેમીઓ ભાગીને જ લગ્ન કરતા કે આપઘાત કરતા,તમારા મેરેજના આલ્બમ જોતા તો એરેન્જ મેરેજ જ લાગે છે.
“અશોક્ભાઇ,સાચી વાત,મારા ઘરનાને વધારે વાંધો હતો. અમે નવ ભાઇ બહેનો એટલે એકના પણ પર જ્ઞાતિમાં લગ્ન થાય તો ઘર વગોવાય અને બીજા બાળકોને વરાવવા મુશ્કેલ બને,પરંતુ અમે નક્કી કરેલ બન્નેના પેરન્ટસ માને નહીં ત્યાં સુધી લગ્ન નહીં કરીએ.મિત્ર તરીકે રહીશુ.એક દિવસ નલિની સાથે રિતેશ મારે ઘેર આવ્યા. મારા મોટા ભાઇ-ભાભી, બહેનો-ભાઇઓ, અને બા સાથે ઓળખાણ કરાવી.ત્યાર બાદ રિતેશ અને હું સાથે ઘેર આવીએ અને વાંચીએ,સાંજે ક્યારેક જુહુ પર ચાલવા જઇએ તો સાથે બે વરસની ભત્રીજીને લઇને જઇએ,બધા વડિલોને ખાત્રી થઇ અમારી મિત્રતા ઉચ્ચ કૌટુંબીક લાગણી સભર છે.અમારા ઘરનો કાયદો રાત્રે નવ વાગ્યા સુધીમાં બધાએ ઘેર આવી જવાનુ જેનુ અમે પાલન કરતા.
અમારી ઇનટર્નશીપ શરુ થઇ અને મારા પર જ્ઞાતિના ડો-મુરતિયા જોવાનુ દબાણ.અમે બેઉએ મારા બા- કાકાને(મારા પિતાશ્રીને અમો કાકા કહેતા)પત્ર લખ્યો, મે સવારે મારા કાકાના કોટના ખીસામાં મુક્યો. બીજે દિવસે કાકા અને મોટાભાઇ સાથે કારમાં હોસ્પીટલ જવાનુ થયુ.રસ્તામા કાકાએ પુછ્યુ “તું ડો-રિતેશ સાથે ગામડામાં રહી શકીશ?”મેં વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો હા.
મોટાભાઇઃ”તેં એનામાં શું જોયું?”જવાબમાં મારુ મૌન.થોડી વાર બાદ કાકા બોલ્યા,
“સારુ બેટા તો હું અને તારી બા લીંબડી જઇ આવીએ”
બા,કાકા રિતેશના બા બાપુજીને ત્યા લીંબડી જઇ આવ્યા, સાથે નાની બેનના લગ્નમા મુંબઇ આવવાનુ આમંત્રણ પણ આપતા આવ્યા.
રિતેશઃ”આમંત્રણ સ્વીકારી મુંબઇ તેઓ પહેલી વખત આવ્યા ત્રણ ચાર દિવસ રોકાયા રીના મારી બાની સાથે જ રહી થોડી ખરીદી પણ કરાવડાવી”.
“છ મહિનામાં અમારા લગ્ન થયા.મારી સર્જરીની રજીસ્ટારશીપ ચાલુ હતી, રીનાએ ગાયનેક પછી એનેસ્થેસિયામા મારી હોસ્પીટલમા રેસિડન્સી લીધી,ક્યારેક હું ડો.ધૃવસાહેબને તેમના ડિપાર્ટમેન્ટ વિશે ફરિયાદ કરુ તો ધૃવસાહેબ હસે “અરે તુ તો અમારા ડિપાર્ટમેન્ટનો જમાઇ તારે ફરિયાદ ના કરાય.”અમારા બન્નેની ટ્રેનીંગ પુરી થઇ. રીના સગર્ભા થઇ બાળકના જન્મ પહેલા તેણીએ બે ડિપ્લોમા પાસ કર્યા ડીજીઓ અને ડીએ.ત્યાર બાદ ગાંધી હોસ્પિટલમા જોબ લીધો.મારી એમ.એસ પરીક્ષાના ટેન્સનમા મિત્રના આગ્રહથી સિગરેટ પીવાની શરુ કરી.રીનાને પ્રોમીસ આપ્યુ પરીક્ષા પછી બંધ કરી દઇશ .”
રીનાઃ”પરીક્ષાનુ પરિણામ અઠવાડીયામા આવ્યુ પરંતુ સિગરેટ ના છુટી.”તે દિવસે સવારે ઝાલાવાડ પત્રિકા લઇ કાકા મારા ઘેર આવ્યા,ઉનાળાનુ વેકેશન હોવાથી બા બાપુજી પણ મુંબઇ હતા.કાકાએ પત્રિકા બાપુજીને આપતા કહ્યું “જુઓ દીપચંદભાઇ ડો-રિતેશે આપણા બન્નેનુ અને ઝાલાવાડનુ નામ રોશન કર્યું.
બાપુજીએ વાંચ્યુ”ઝાલાવાડના સુપુત્ર અને સ્થાનક્વાસી જૈન વિદ્યાલયના વિદ્યાર્થી ડો-રિતેશ દીપચંદ શાહ.એમ એસ પરીક્ષમાં પહેલો નંબર અને મેડલ વિજેતા.”હું ત્રણેયની આંખમાં હરખના અશ્રુ નિહાળી રહી.
રિતેશઃ”પછી બા બાપુજીની ઇચ્છાને માન આપી અમો વતન ગયા.ત્યાં સાર્વજનીક હોસ્પિટલમાં રીનાને ગાયનેકોલોજીસ્ટ અને મને સર્જન તરીકે જોબ મળ્યો.બે વરસ બાદ,કહેવાતા સામાજીક કાર્યકર્તા સાથે સહમત ન થતા.પોતાનું મેટર્નિટી અને સર્જીકલ નર્સીંગહોમ શરુ કર્યું.ગરીબ ગંભીર નકારેલ દર્દીઓ પર સર્જરી કરી જાન બચાવ્યા.રીનાની બહેને પીટીસન ફાઇલ કરેલ નંબર લાગ્યો વીસા મળ્યા.”
રીનાઃ”દ્વિધા,૧૪ વરસની એસ્ટાબ્લીશ્ડ પ્રેકટીસ નામ,બધુ છોડી બે ટીનેજ બાળકો સાથે અમેરિકા જવુ કે નહીં?!પરંતુ રિતેશને તેની ટેલેન્ટને પુરતો સ્કોપ મળી રહે માટે આવ્યા,ફરી રેસીડન્સી કરી પરીક્ષાઓ આપી રિતેશ કાર્ડીયોવાસ્કુલર એનેસ્થિસ્યોલોજીસ્ટ થયા અને હું એનેસ્થિસ્યોલોજીસ્ટ.”
અશોકભાઇઃ”ગ્રેટ,લેટ્સ હેવ સેકન્ડ ટોસ તમારી અજોડ કહાની પર.”


ભૂલ થઇ જરાક દુઃખ શાને! ઘવાયો ગર્વ દુઃખ શાને!! ભૂતકાળની ભૂરી છાયા અટપટુ ભાવિ દુઃખ શાને!! ભૂત ભાવિ આશ નિરાશા માણુ ના આજ દુઃખ શાને!! સાથી સફરમાં અનેક ભૂલી ગયા સહુ દુઃખ શાને!! સ્વયં લીધા નિર્ણય, ભલે ના માની સલાહ દુઃખ શાને!! તારી છબી બંધ નેત્રે નિહાળી પુષ્પ વર્ષા આ હા.. દુઃખ શાને!! દુઃખ સુખ વધાવ્યા સમજી પ્રસાદ વિભુનો દુઃખ શાને!!