ફોટોગ્રાફ
ડો રમેશ શાહ
ત ણાવ ભારે જીંદગી જીવ્યા કરું
અશાંત જગમાં ખેલ ખેલ્યા કરું
નબળાને પાડી નીચા સબળા હરખાઇ
ના સરે અર્થ ખુદ પડે ,વિચાર્યા કરું
જગતમાં થતી તુલના જોયા કરું
ગુણ અવગુણ સૌના ગણ્યા કરું
સતત કાબુ ન રહે કોઇનો કોઇ પર
સત સ્વરૂપ સૌના એક,જાણ્યા કરૂં
ખેલ કૂદ મેદાનમાં જોઇ હાર જીત
ધગસ સાથ એકાગ્ર ચિત્ત રમ્યા કરૂં
વિધિના લેખ સુખ દુઃખ મિથ્યા ન થાય
સ્વીકારી આનંદે,જગમાં મસ્તફરયા કરું
તન મન શાંત ,સહજ કૃત્ય કરે
હરઘડી ,બ્રહ્મ વાક્યે વિહર્યા કરું