વીર ધીર ગંભીર હનુમાન
અંજની પુત્ર ધીર હનુમાન
શિવ અંશ ગંભીર બળવાન
વીર ધીર ગંભીર હનુમાન
ગહન સાગર ખુંદી હનુમાન
સંજીવની મેળવી બળવાન
વીર ધીર ગંભીર હનુમાન
ગીત સંગીત તું હનુમાન
માત પિતાની સાન બળવાન
વીર ધીર ગંભીર હનુમાન
વાનર જાત શ્રેષ્ઠ તું બળવાન
પરમ રામ ભક્ત હનુમાન
વીર ધીર ગંભીર હનુમાન
ત્રિલોક કાંપે તુજ નામે બળવાન
ભૂત ભય ભાગે તુજ નામે હનુમાન
વીર ધીર ગંભીર હનુમાન
નિરંતર જાપ કર્યા તારા બળવાન
રોગ પીડા ભાગ્યાનામે હનુમાન
વીર ધીર ગંભીર હનુમાન