પ્રમાદ ત્યાગો રામ ભજો
       રામ હી ઍક આધાર
રામ હી તારણ હાર
                 રામ ભજો રામ ભજો .. ૨
       રામ શિવ ધનુષધારી
       રામ પ્રજા પાલનહારી
        લક્ષમણ લક્ષ સદા રામ
                 રામ ભજો રામ ભજો…૨
         ભક્તોના ઉધ્ધારક રામ
        મહાદેવના ચાહક રામ
        હનુમાન હ્રદયે સ્થિર રામ
                 રામ ભજો રામ ભજો…૨
         કારણ કાર્ય પ્રેરક રામ
        સંત જપત નિત રામ નામ
        સાર તત્ત્વ આધાર રામ
                 રામ ભજો રામ ભજો…૨