ઓરિજિનલ”An inspiration” poet Bessie A Stanley(1876-18520) ની કલમે લખાયેલ કાવ્યનો
ભાવાનુવાદ કરવા પ્રયત્ન કરેલ છે. કાવ્ય શ્રી મહેન્દ્રભાઇ મેઘાણીઍ જુલાઇ ૨૦૦૭મા
આપેલ.
જેણે જીન્દગીમાં સફલતા મેળવી
જે જીવ્યા સારી રીતે
ઘણુ હસ્યા ને
અઢળક પ્યાર વ્હેંચ્યો
જેણે પવીત્ર સ્ત્રીઓના વિશ્વાસ ને બાળકોના
પ્યાર ને માણ્યા
પોતાના ખાલીપણાને ભર્યુ
કર્મયોગની પૂર્ણતાથી
આમ દુનિયાને સારી બનાવી
પોતાના કર્મયોગની ખેતીથી
સુંદર લખાણોથી અને
પીડીત આત્માઓના ઉધ્ધારથી
આ બધુ કરતા હંમેશા
ધરતી માની સુંદરતાને વખાણી
માનવમાં રહેલ ગુણોને પારખ્યા
અને
માનવ જાતને પોતાનું સર્વસ્વ અર્પયુ
આવી જીન્દગી જીવનાર
સેંકડોને પ્રોસ્તાહિત કરનાર
પૂજ્ય બાપુ (મોહનદાસ કરમચંદ ગાંધી)
આજે એની યાદ એ
માનવ જાતને માટે આશીર્વાદ.