હું કોણ છું પુછું વારંવાર થાકી બસ હવે
ફેરા ફરીફરી, કોઇ તો કહો પામી બસ હવે
ઝાકળનું બિન્દુ એક પર્ણૅ પોઢી મલકાઇ
જાય ઉડી કહી આવીશ સવારે પાકી બસ હવે
પર્ણો ઉંચે સૂરજ ભણી જોઇ પૂછે આ શું?
આવશે,જુવો વાટ થોડી રાત બાકી બસ હવે
પાષાણ હું,ટાંકણું મારું, ઘડી રહી છું મુજને
સ્વપ્નમાં ઢંઢોળી કહ્યું તે જગાડી બસ હવે
જીજ્ઞાસા તારી પહોંચી ઉંચા શિખરની ટૉચે
જામગરી તારી તણખા ઝરાવે પ્રકાશી બસ હવે
હું કોણ છુંની મુક ખોજ પડતી માન મારું વચન
તું છે તે હું, ને હું છું તે તું, લે તું જાણી બસ હવે