પેલી કવિતા ઓગણીસમી સદીની નારી વિષે, હવે એકવીસમી સદીની નારી વિષે
સવારથી સાંજ બસ કામ કરુ આ યુગની કોરપોરેટ નારી
ઉઠાડું, બાળકોને કરું તૈયાર મન બુધ્ધી તનથી શક્તિશાળી
કપડા વોશરમાં, વઘારું શાક નિયમીત જિમ, પાર્લરમાં જનારી
કોર્નર સ્ટોરમાં શોપિંગ કરું મંદિરે સાષ્ટાંગ દડવત કરનારી
બેબીના ડાયપર બદલું દૃઢ આત્મવિશ્વાસ રાખનારી
શર્ટ ટ્રાઉસરને ઇસ્ત્રી ફેરવું
પરોણાના સ્વાગત કરું આ યુગની કોર્પોરેટ નારી
ઘર બહાર સફાઇ કરું વ્યવસાયે નિત નવા પડકાર ઝીલે
સવારથી સાંજ બસ કામ કરું વિરોધી હરિફોથી જરીએ ના ડરે
નિષ્ઠાએ ઇશ્વર સહારે કામ કરે
ઇચ્છું, સૂર્ય તેજ કિરણૉ મુજ ચહેરે આ યુગની કોર્પોરેટ નારી
વર્ષાના ઝરમર બિન્દુ ને શિતળ ન ડરે ટફ રફ કદીક કહેવાતી
વાયુની લહેર,મુજ અંગે પ્રસરે ચર્ચા ટીકાઓના વરસાદ ઝીલતી
તોફાની પવનના સુસવાટે ઊચાઇના શિખરો સર કરતી
ઉડું તરું આભમાં ઊંચે ઘસાતી સમજણે હીરા જેમ ચમકતી
જ્યાં આરામ મળે
હીમવર્ષા ધીમી ધીમી આ યુગની કોર્પોરેટ નારી
સફેદ ચૂમીઓ ઠંડી ભૂલો ભૂતકાળની ફરી ના કરે
રાત્રીએ સુખે પોઢી નિજ અભિગમના વિશ્વાસે અંતરના અવાજે
સૂર્ય વર્ષા આભ વાદળ જવાબદારી કુટુંબ, વ્યવસાયની નિભાવે
પર્વત સાગર પર્ણો પથ્થર ઇશ્વર કૃપાએ શિશ ઝુકાવી પ્રગતી કરે
ચમકતા તારલા ને ચન્દ્ર
છે મારા આ બધા જ બસ