વખાણ કરું તો બસ વિભુ તારા કરું
        તે કર્યું નિર્માણ
     જાત ભાતના ફળ ફૂલોનું
    મન મારુ પ્રફ્ફુલીત કર્યું
વખાણ કરું તો બસ વિભુ તારા કરું
 
    વિકરાળ પશુની ત્રાડમાં તું
   ગભરુ હરણાની ફાળમાં તું
     નટખટ વાનરની કૂદાકૂદ તું
      બાળ રાજાની ખૂશી તું
વખાણ કરું તો બસ વિભુ તારા કરું
 
       નભમાં ઉડતા વિંહંગો તું
       મયુર પીંછમાં રંગોળી તું
       મધુર કોકિલ કંઠમાં તું
        મીઠા ઝરણાના જળ તું
વખાણ કરું તો બસ વિભુ તારા કરું
 
      પ્રભાતે સૂર્ય ઉદય શોભા તું
       સંધ્યાના સોનેરી રંગો તું
         હીમ વર્ષાના સ્ફટીક તું
       વર્ષા બિન્દુમાં મેઘધનુષ તું
વખાણ કરું તો બસ વિભુ તારા કરું
 
       માનવ ઘડ્યા રંગે રૂપે જુદા
     બુધ્ધિ આપ દાખવી ઉદારતા
      ના ભર કદિ કૃરતા મનમાં
     બચાવ નિર્દોષ જાન જગમાં
વિનંતિ સૂણ વિભુ,વખાણ કરું બસ તારા કરું