ઘાવ જે પડયા હ્રદયે કેમ કરી રૂઝાય
      છાપ પડી પહેલી નજરે ના કદી ભૂસાય
 
      મીઠા ઉપરછલા શબ્દોના ભભકા ઠાલા
      ઊમલા અંતરના ના રહે કદી છૂપાય
 
       ના કરી પરવા અમે ઠાઠ આવકારની
      મૌન નજરો તમારી ના કદી ભૂલાય
    
       કિતાબ જીંદગીની ઉકેલાય નહીં આમ
     લિલામ લાગણીના ગુણાકારે નહીં ગુણાય
 
      વિશ્વકર્માને ચોપડે નોંધાયેલ તુજ કર્મ
     દુન્વયી પડેલ છાપ વહેતી રહી ભૂસાય