સેવા! સેવા કોની કરુ?

નિવૃત મન મથે સેવા શોધવા

અરે મુર્ખ મન કર તેને અન્તર્ગત

શરુ કર સેવા સ્થૂલ શરીરેથી

જ્યારે કરે આળશ ચાલવાની

માન્ડ ચાલવા થશે સ્રેવા શરીર સ્વાસ્થય તણી ૧

જ્યારે મન થાય ઊંચુ મહેલ જોઇ

ભલે થાય !

ભલે જૌઉ સ્વપ્નો ઊંચા મહેલ તણા

સાક્ષી ભાવથી

થઇ જશે સેવા સુક્ષ્મ મન તણી          ૨

જ્યારે આવે વિચાર વેપારે

છેતરપિન્ડી તણા

છોડુ તેને કરુ વિચાર

ઇશ્વર કૃપા તણા

થૈ જશે સેવા બુધ્ધિ તણી                ૩

આટલુ કરીશ

વિશ્વમાં ફરીશ

થૈ જશે સેવા સારા  વિશ્વ તણી!                 ૪